VIDEO: ભાજપ સાંસદ મનસુખ વસાવાએ તોડના આક્ષેપ બાદ કલેકટર કચેરીએ આ નિવેદન આપ્યું
VIDEO: આપ ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર વધુ એક વખત ભાજપ સાસંદ મનસ

VIDEO: આપ ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર વધુ એક વખત ભાજપ સાસંદ મનસુખ વસાવાએ 75 લાખનો તોડ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. અને પોતે સાચા છે તે સાબિત કરવા કલેક્ટર ઓફિસ પહોચ્યા હતા અને મીડિયા સમક્ષ પોતાનો ખુલાસો આપ્યો હતો.
તોડ અંગેના સંપૂર્ણ ખુલાસો કરવા સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલભાઈ રાવ તથા નર્મદા જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ કલેકટર કચેરીએ કલેકટરની રૂબરૂ મુલાકાત લેતા તેઓએ અમને સ્પષ્ટતા કરી કે, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેકટર કચેરીએ આવીને તેઓને જણાવ્યું કે 75 લાખની ખંડણીની વાત કલેક્ટરે મને અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવને કલેકટર કચેરીએ બોલાવીને કરી હતી જેના જવાબમાં કલેકટરે કહ્યું કે તે વાત તદ્દન ખોટી છે કારણકે કલેકટર કચેરી આવી કોઈ વાત થઈ નથી. આ બાબતે તેઓને પત્ર પાઠવી જવાબ માંગતા તેઓએ અમને જણાવ્યું કે કલેકટર કચેરીએ આવી કોઈ વાત થઈ જ નથી અને આ સંપૂર્ણ વિષયની વાત તારીખ 6 ડિસિમ્બરના રોજ કેવડિયા હેલિપેડ ખાતે થઈ હતી અને તેઓએ કાર્યપાલક ઈજનેરના કહેવાતા અમારી સમક્ષ આ મુદ્દો મુકેલ હતો જે વાત તેઓ આજે પણ સ્વીકારે છે.




