રાજકોટ: મનસુખ સાગઠીયાના રિમાન્ડ પૂર્ણ, આજે કોર્ટમાં કરાશે રજૂ
રાજકોટના તાત્કાલિન ટીપીઓ મનસુખ સાગઠીયાને આજે કોર્ટમાં રજૂ કરાશે. સાગઠીયા વિરુદ્ધ એસ

રાજકોટના તાત્કાલિન ટીપીઓ મનસુખ સાગઠીયાને આજે કોર્ટમાં રજૂ કરાશે. સાગઠીયા વિરુદ્ધ એસીબીએ અપ્રમાણસર મિલકત હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ACBની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા હતા. કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ મળી પરંતુ કોના ઇશારે કામ કરતો તે અંગે હજુ પણ કોકડું ગૂંચવાયેલું છે.
સાગઠીયા કોના માટે કામ કરતો હતો
સાગઠીયા કોના માટે કામ કરતો હતો, એ વિશે ACBને માહિતી મેળવવામાં સફળતા મળી નથી. પહેલા કોર્ટે મનસુખ સાગઠીયાને 6 દિવસ સુધી રિમાન્ડ પર મોકલ્યા હતાં.સાગઠીયાની ઓફિસમાંથી 18 કરોડથી વધુની બેનામી રકમ મળી આવી હતી.
એસીબી હાલ સાગઠિયાએ નિવેદનમાં જે હકિકતો જણાવી છે,તેનું ક્રોસ વેરીફિકેશન કરી રહી છે. તપાસ માટે સીટની પણ રચના કરવામાં આવી છે. તેના અધિકારીઓ પણ હાલ સાગઠિયાની પૂછપરછ કરી રહ્યા છે. સાગઠિયા સામે કુલ ત્રણ ગુના નોંધાયા છે. એસીબીના ત્રીજા ગુનામાં હાલ રિમાન્ડ પર છે. જે રિમાન્ડ આજે પૂરા થઈ રહ્યા છે.
પાંચ કરોડ રૂપિયા રોકડા અને 15 કિલો સોનું મળ્યું હતું
રાજકોટ અગ્નિકાંડને લઈને એસઆઈટીની તપાસ ચાલી રહી છે. ત્યારે હવે એક નવો જ ઘટસ્ફોટ થયો છે. જેમાં પૂર્વ ટીપીઓ સાગઠીયાની ઓફિસનું સીલ એસીબીની ટીમ દ્વારા તોડી નાખવામાં આવ્યું હતું. આ સીલ ખોલતા જ ઓફિસમાંથી કરોડો રૂપિયાનો દલ્લો મળ્યો હતો. એસીબીને ઓફિસમાંથી પાંચ કરોડ રૂપિયા રોકડા અને 15 કિલો સોનું હાથ લાગ્યું હતું.
આગાઉ રાજકોટ અગ્નિકાંડના મુખ્ય આરોપી એમ.ડી. મનસુખ સાગઠીયાની તપાસમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ચોંકાવનારા ઘટસ્ફોટ કરવામાં આવ્યા હતા. ACB દ્વારા ચાલતી તપાસમાં સાગઠીયા પાસેથી 10.55 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી હતી.
આવક કરતાં 410% વધુ સંપત્તિ મળી આવી
આ મામલે તેની સામે ગેરકાયદેસર મિલકત મેળવવાનો ગુનો નોંધ્યો છે. આરોપી સાગઠીયા પાસેથી તેની કાયદેસર આવક કરતાં 410% વધુ સંપત્તિ મળી આવી છે. સાગઠીયાએ રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં ભારે રોકાણ કર્યું હતું, જેમાં રાજકોટમાં ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતિગ્રામમાં વિલાનો સમાવેશ થાય છે.








