બિલ્ડર રૂડાણીની હત્યા કેસમાં મુખ્ય આરોપી મનસુખ લાખાણીની ધરપકડ, કરોડોના રૂપિયા મામલે અદાવત રાખીને આપી સોપારી
અમદાવાદમાં 62 વર્ષીય બિલ્ડર હિંમત કનુભાઈ રૂદાણીની ઘાતકી હત્યા કેસમાં

અમદાવાદમાં 62 વર્ષીય બિલ્ડર હિંમત કનુભાઈ રૂદાણીની ઘાતકી હત્યા કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. શનિવાર રાત્રે વિરાટનગર ઓવરબ્રિજ નીચે કારની ડીકીમાંથી છરીના ઘા મારેલી હાલતમાં બિલ્ડરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ હત્યા પાછળ રૂદાણી અને અન્ય જાણીતા બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે મનસુખ જેકી વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો જમીન વિવાદ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે.
2024ના જાન્યુઆરીથી ચાલી રહ્યો છે વિવાદ
અમદાવાદના ઓઢવ પોલીસે બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા કેસમાં મુખ્ય આરોપી મનસુખ લાખાણીની ધરપકડ કરી છે. મનસુખ લાખાણી હત્યાની સોપારી આપનાર તરીકે ઓળખાયો છે. પોલીસે તેને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. આ કેસમાં હાલમાં ત્રણ આરોપીઓની ધરપકડ થઈ છે, જેમાં તીક્ષ્ણ હથિયાર વડે નિકોલ સરદાર ધામ વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી.
પૈસા અને જમીનના વિવાદને કારણે તણાવ વધ્યો
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, મનસુખ લાખાણી અને હિંમત રૂડાણી વચ્ચે છેલ્લા ઘણા સમયથી જમીન અને પૈસાના વિવાદ ચાલુ હતા. 50 ટકા ભાગીદારીના કરાર હોવા છતાં, પૈસા અને જમીનના વિવાદને કારણે તણાવ વધ્યો હતો. આ ઉપરાંત, મનસુખની પત્ની કિંજલ લાખાણી વિરુદ્ધ 1.5 કરોડની છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાઈ હતી. આ વિવાદોનો ખાર રાખીને મનસુખે હત્યાની સોપારી આપી હતી, જેના કારણે આ ઘટના સામે આવી.
કથિત બનાવટ અને નકલી વેચાણ
EOWની ફરિયાદ મુજબ, કિંજલ લાખાણીએ કથિત રીતે ધવલ રૂદાણીની સહીની નકલ કરી અને તેમની સંયુક્ત પેઢી કે.ડી. ડેવલપર્સના નકલી લેટરહેડનો ઉપયોગ કરીને તેમના સહકારી બેંક ખાતામાંથી 1.5 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. તેના પર ભાગીદારને જાણ કર્યા વિના કોમર્શિયલ પ્રોજેક્ટની ઘણી દુકાનો વેચવાનો પણ આરોપ છે.
નિકોલના ગંગોત્રી સર્કલ પાસે ધવલ રૂદાણી અને કિંજલ લાખાણીએ સંયુક્ત રીતે 3 કરોડ રૂપિયાની જમીન ખરીદી હતી અને 50-50ની ભાગીદારીમાં આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. EOWની એફઆઈઆરમાં આરોપ છે કે, કિંજલે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેના ભાગીદારને આ પ્રોજેક્ટમાંથી દૂર કર્યો અને પૈસાની ઉચાપત કરી.








