JUNAGADH : ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ માણાવદર APMCના ચેરમેને આપ્યું રાજીનામું, નામ દીધું જવાહર ચાવડાનું
જવાહર ચાવડા અને ભાજપના નેતાઓ વચ્ચે ચાલતા દ્વંદ્વમાં જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં રોજ નવા વળાંક આવી રહ્યાં છે. મા

જવાહર ચાવડા અને ભાજપના નેતાઓ વચ્ચે ચાલતા દ્વંદ્વમાં જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં રોજ નવા વળાંક આવી રહ્યાં છે. માણાવદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન જગદીશ મારુએ રાજીનામુ આપતા ફરી નવો વિવાદ ઉભો થયો. જગદીશ મારુ માણાવદર માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. તેમણે કહ્યું કે વર્તમાન સમયમાં એક વર્ષથી માણાવદર માર્કેટિંગ યાર્ડના કર્મચારીને પગાર પણ નથી થયો અને જવાહર ચાવડાની નીતિ-રીતિ અનુકુળ ન આવતા હું રાજીનામુ આપી રહ્યો છું.
ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કર્યા હતા ભ્રષ્ટાચારના આક્ષેપ
ઉલ્લેખનીય છે કે માણાવદર માર્કેટ યાર્ડના બાંધકામ અને ભરતીમાં આક્ષેપ સાથે ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જવાહાર ચાડવા સામે મોરચો માંડ્યો હતો. જેના જવાબમાં જવાહર ચાવડાએ મંત્રી જગદીશ પંચાલને પત્ર લખી આક્ષેપની તપાસ કરી કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી.
અરવિંદ લાડાણીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે 1995માં માણાવદર યાર્ડની સ્થાપના બાદ જયરામભાઈ પટેલ બાદ એકહથ્થુ શાસન કરી જવાહર ચાવડા ચેરમેનપદે રહેલ અને યાર્ડને આર્થિક રીતે પાયમાલ કરી નાખી હાલ ર4 કરોડથી વધુ રકમનું દેણું કરી નાખ્યું છે. હાલ યાર્ડ ભેંકાર હાલતમાં છે. સ્મશાન જેવી હાલત માણાવદર યાર્ડની થઈ ગઈ છે.
હાલ છેલ્લા અઢી વર્ષથી સરકારના નવા નિયમોના ફેરફારના કારણે માણાવદર યાર્ડમાં ચેરમેન તરીકે જગદીશ મારૂ યાર્ડ ચલાવી રહ્યા છે. જવાહર ચાવડાના શાસનમાં દોઢ કરોડ ઉપરની લોન લઈને યાર્ડ ઉભું કરાયું હતું. જે બાંધકામ થવા પામ્યું છે તે હાલ ખંઢેર હાલતમાં જોવા મળી રહ્યું છે.
માણાવદર યાર્ડના બાંધકામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયેલ છે. અત્યંત નબળુ દેખાઈ રહ્યું છે. જે હાલમાં સ્મશાન ઘાટ બની ચુકયું છે. યાર્ડ પાસે બેંક ચાર કરોડથી વધુ રકમ માંગી રહી છે. યાર્ડની ભરતીમાં પણ ભ્રષ્ટાચાર થયાનો અને યાર્ડમાં કોઈ કર્મચારી કામગીરી કરતા નથી માત્ર પગાર ઘરે બેઠા લઈ રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યાં હતા.








