મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં નકલી પોલીસ બની રોફ જમાવતો શખ્સ ઝડપાયો, ડેપ્યુટી મામલતદારનું કાર્ડ પણ મળ્યું

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની બોલબાલા જોવા મળી રહી છે. નકલી પોલીસ તો અનેક મહાનગરોમાં જોવા મળી રહી છે.

અમદાવાદમાં નકલી પોલીસ બની રોફ જમાવતો શખ્સ ઝડપાયો, ડેપ્યુટી મામલતદારનું કાર્ડ પણ મળ્યું

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની બોલબાલા જોવા મળી રહી છે. નકલી પોલીસ તો અનેક મહાનગરોમાં જોવા મળી રહી છે. રાજકોટ પછી હવે અમદાવાદમાં પણ નકલી પોલીસ બનીને રોફ જમાવતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી પાસેથી નકલી પોલીસ તેમજ ડેપ્યુટી મામલતદારનું આઇકાર્ડ પણ મળી આવ્યું છે. મણિનગર પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી લીધો હતો અને વધુ પૂછપરછ હાથ ધરી છે.

અમદાવાદમાંથી નકલી પોલીસ ઝડપાઇ

બનાવની વિગત જોઇએ તો મણિનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી પેટ્રોલીંગમાં હતા આ દરમિયાન મણિનગર ઝઘડીયા બ્રિજ નીચે બાતમી મળી હતી કે એક ઇસમ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી બનાવટી પોલીસનું આઇકાર્ડ બતાવી મણિનગર રેલવે સ્ટેશન પાસે ભવ્ય હોટલમાં રહે છે અને આજુબાજુના વિસ્તારમાં પોલીસ તરીકેની ઓળખ આપી સામાન્ય જનતાને હેરાન કરી પૈસા પડાવે છે.

આ પણ વાંચો: રાજકોટમાં અસલી કરતા નકલી પોલીસની બોલબાલા, બે દિવસમાં જ 5 'નકલી પોલીસ' ઝડપાઇ

આ બાતમીના આધારે શખ્સની પૂછપરછ કરતા તેની પાસેથી ગુજરાત પોલીસનું ઇશ્યૂ કરેલુ આઇકાર્ડ તેમજ ડેપ્યુટી મામલતદારનું આઇકાર્ડ મળી આવ્યું હતું.શખ્સ ક્યા હોદ્દા પર છે તે અંગે કોઇ સંતોષકારક જવાબ ના મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન શખ્સે પોતે પોલીસમાં કે રેવન્યુ વિભાગમાં કોઇપણ સરકારી ખાતામાં નોકરી કરતો નથી અને પોલીસના બે આઇકાર્ડ તેમજ રેવન્યુ વિભાગનું આઇકાર્ડ નકલી બનાવ્યું હતું અને આ કાર્ડનો ઉપયોગ કરી પોતે બહાર જાય ત્યારે ટોલટેક્સ ઉપર બતાવતો હતો તેમજ ભવ્ય હોટલમાં પણ પોતાની ઓળખ પોલીસ તરીકેની આપતો હતો.પોલીસે આ શખ્સની ધરપકડ કરીને 204,205,336 (2), 340 (2) મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
-

આ સમાચાર શેર કરો