સુરતમાં યુવક પર તિક્ષણ હથિયારથી હુમલો કરનાર ઝડપાયો, દિવાળીના ફટાકડા ફોડવાની અદાવતમાં કર્યો હતો ઝઘડો
સુરતમાં કાયદા વ્યવસ્થાનો ડર માથાભારે ઈસમોને ન હોય તેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે પાલ વિસ્તારમાં થ

સુરતમાં કાયદા વ્યવસ્થાનો ડર માથાભારે ઈસમોને ન હોય તેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે પાલ વિસ્તારમાં થોડા દિવસો અગાઉ એક યુવક પર તિક્ષણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઈજાગ્રસ્તની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં હુમલો કરનાર બુટલેગરને ઝડપી લેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ સુરતમાં દોઢ વર્ષથી રહેતો બાંગ્લાદેશી યુવક ઝડપાયો, ખોટા નામે બનાવેલા ઓળખકાર્ડ કરાયા કબ્જે
દિવાળી અગાઉ ઝઘડો થયેલો
પાલ વિસ્તારના ભાઠા ગામ ખાતે બુટલેગર દ્વારા યુવક ઉપર ચાકુથી જીવલેણ હુમલા થયો હતો. પાલ પોલીસે આરોપી બુટલેગર નયન જગદીશ પટેલને ભાઠાગામ ખાતે ધરપકડ કરી હતી. ફરિયાદી અને આરોપી બંને એક જ ગામમાં રહે છે. બંને વચ્ચે દિવાળી સમય દરમિયાન ફટાકડા ફોડવા બાબતે ઝઘડો થયો હતો. તે સમય દરમિયાન ફરિયાદીએ આરોપી સાથે મારામારી પણ કરી હતી.
આરોપીની ધરપકડ
એસીપી બી.એમ. ચૌધરીએ કહ્યું કે, જે અદાવત રાખી આરોપીએ ફરિયાદી સાથે ત્રણ દિવસ પહેલા ચાકુથી હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરિયાદીએ આરોપી વિરુદ્ધમાં હત્યાની કોશિશનો ગુન્હો દાખલ કરાયો હતો. જે મામલે પાલ પોલીસે આજરોજ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.








