સુરતમાં દોઢ વર્ષથી રહેતો બાંગ્લાદેશી યુવક ઝડપાયો, ખોટા નામે બનાવેલા ઓળખકાર્ડ કરાયા કબ્જે

સુરતમાં અવાનવાર બાંગ્લાદેશીઓ ઝડપાતા હોય છે. ત્યારે ખોટા દસ્તાવેજો દ્વારા ભારતીય નાગરિક તરીકે ઓળખ આપવાની કોશિશ કરતા બાંગ્લાદેશી યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછ કરતા તેણે કબુલાત કરી કે, તે છેલ્લા દોઢ વર્ષથી ઝૂપડપટ્ટીમાં રહી છે. બાંગ્લાદેશના એજન્ટને 1000 ટાકા આપીને સાતખીરા બોર્ડર મારફતે પશ્ચિમ બંગાળના બાંગઓનમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો.
મોબાઈલ ફોન કબજે કરાયો
લાલગેટ પાલીયા ગ્રાઉન્ડ ઝુપડપટ્ટીમાં રહેતો યુસુફ સરદાર નામનો એક બાંગ્લાદેશી યુવક ખોટા નામ સાથે ભારતીય નાગરિક હોવાનો ખોટો દાવો કરી રહ્યો છે. જેથી પોલીસ દરોડો પાડ્યો હતો. ત્યાં રહેતા યુસુફ સરદાર, જે મૂળ બાંગ્લાદેશના નરાઈલ જિલ્લાના વિષ્ણુપુર ગામનો રહેવાસી છે. તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પાસેથી બાંગ્લાદેશના પાસપોર્ટની ઝેરોક્સ, ખોટા નામે બનાવેલા ભારતીય ચૂંટણીકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ, તથા એક મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યો છે.
સાતખીરા બોર્ડરથી ઘુસ્યો
યુસુફ સરદારે પૂછપરછ દરમિયાન કબૂલાત કરી કે, તે બાંગ્લાદેશનો નાગરિક છે અને દોઢ વર્ષ પહેલાં બાંગ્લાદેશના એજન્ટને 1000 ટાકા આપીને સાતખીરા બોર્ડર મારફતે પશ્ચિમ બંગાળના બાંગઓનમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો. તે હાવડા રેલવે સ્ટેશન પરથી ટ્રેન મારફતે સુરત પહોંચ્યો અને અહીં ઝુપડપટ્ટીમાં ભાડે રહી મજૂરી કામ કરતો હતો.યુસુફે પોતાના નામ અને ઓળખ બદલવા માટે ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા. ભારતીય નાગરિક હોવાના ખોટા પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ મેળવ્યા હતા, જે તે સુરતમાં રહેવા માટે ઉપયોગમાં લઈ રહ્યો હતો.

