Video: અમરેલીના માર્ગો પર નિકળ્યાં મંત્રી કૌશિક વેકરીયા

દિવાળીના પાવન પર્વની ગુજરાત સહીત દેશભરમાં રોનક દેખાઈ રહી છે ત્યારે રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરીયા પોતાના પરિવાર સાથે અમરેલી શહેરની મુલાકાતે આવ્યા હતા. તહેવારોના આ ઉત્સાહભર્યા માહોલ વચ્ચે મંત્રી કૌશિક વેકરીયા પરિવાર સાથે અમરેલીના રાજમાર્ગો પર નીકળ્યા હતા, જ્યાં તેમની સાથે અમરેલી નગરપાલિકાના પ્રમુખ સહિતના અન્ય અગ્રણીઓ અને આગેવાનો પણ વિશેષરૂપે જોવા મળ્યા હતા. દિવાળીના તહેવારો ટાણે શહેરના મુખ્ય માર્ગો પર આગેવાનોની આ ઉપસ્થિતિ અને લોકો સાથેની મુલાકાતે સ્થાનિક રાજકારણ અને ઉત્સવના માહોલમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. મોટી સંખ્યામાં સમર્થકો અને સ્થાનિકો તેમને મળવા ઉમટી પડયા હતા.
જાહેરાત






