મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

PMના આગમન સમયે નર્મદા ઘાટ પર થશે મહા આરતી, 8 માસથી બંધ એકતા ક્રૂઝ બોટ કરાઈ શરૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. ત્યારે 30 ઓકટોબરના રોજ નર્મદા ઘાટ ઉપ

PMના આગમન સમયે નર્મદા ઘાટ પર થશે મહા આરતી, 8 માસથી બંધ એકતા ક્રૂઝ બોટ કરાઈ શરૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. ત્યારે 30 ઓકટોબરના રોજ નર્મદા ઘાટ ઉપર મહા આરતીમાં ભાગ લેશે. જેમાં દોઢ લાખ દીવડા દિવાળીના આગલા દિવસે પ્રગટાવવામાં આવશે. મંત્રોચ્ચાર સાથે વડા પ્રધાનની હાજરીમાં નર્મદા મૈયાની પૂજા અર્ચના કરવામાં આવશે. નર્મદા ઘાટ ઉપર નર્મદા મૈયાની આરતી ઉતારવામાં આવશે. જ્યારે તમામ તૈયારીઓ તંત્ર દ્વારા ઘાટ ઉપર કરવામાં આવી રહી છે.

8 માસ બાદ બોટ સેવા

એકતા ક્રૂઝ બોટમાં પ્રવાસીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા અને એકતા ક્રૂઝ બોટમાં ગરબાની રમઝટ બોલાવાની છે. નર્મદા નદીની જળસપાટી વધતા આઠ માસ બાદ એકતા ક્રૂઝ બોટ શરૂ થઈ છે. જેથી લોકો માં ખુશી જ્યારે ગુજરાત માં એકજ જગ્યા ઉપર ક્રૂઝ બોટ ચાલે છે ત્યારે બાદ ગોવા માં આવો નજારો જોવા મળે છે બે કલાક સુધી એકતા કૃઝ બોટ માં 12 કિલોમીટર નો સફર થાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી નર્મદા ડેમ સુધી એકતા ક્રૂઝ બોટ જાય છે. જેનાથી દિવાળી પહેલા પ્રવાસીઓમાં ઘસારો જોવા મળી રહ્યો છે. 

રસ્તા રીપેરીંગની કામગીરી

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા દિવસની ઉજવણીમાં આવનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પહેલાં હેલિપેડ ઉપર તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તેમજ હેલિપેડ તૈયાર થઈ ગયું છે. તેમજ એકતાનગરના મુખ્ય રસ્તા ઉપર ફુવારા મૂકવાની કામગીરી ચાલુ છે. વડાપ્રધાનના હોડીંગ મારવામાં આવ્યા છે. રસ્તા રીપેરીંગની કામગીરી ચાલી રહી છે. ત્યારે હાલ તો તંત્ર વડાપ્રધાનના આગમન પહેલાં તમામ કામગીરી પૂર્ણ કરવા ધૂમ પછાડા કરી રહ્યું છે.

પ્રવાસીઓ નૌકા વિહારની મજા માણી શકશે

સરદાર સરોવર ડેમની પાછળ આવેલ તળાવ નંબર 3 પાસે નૌકા વિહાર ફરી શરૂ કરાયું છે. જેમાં નર્મદા ડેમની પાછળના વિસ્તારમાં ડુંગરની તળેટી વચ્ચે તળાવ નંબર 3 આવેલું છે. પ્રવાસીઓને આ તળાવમાં નૌકા વિહારના પ્રવાસ સમયે પાણીમાં મગરો પણ જોવા મળે છે. તળાવના કિનારે અલગ અલગ પ્રકારના પક્ષીઓ પણ જોવા મળે છે. આ તળાવમાં 45 મિનિટ સુધી નૌકા વિહારમાં પ્રવાસ કરાવવામાં આવે છે. દિવાળી પહેલા પ્રવાસીઓ નૌકા વિહારની મજા માણી પ્રવાસીઓ ખુશી અનુભવે છે. જ્યારે વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે.

આ સમાચાર શેર કરો