મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

માધુપુરા સટ્ટાકાંડનો કિંગપીન આરોપી દીપક ઠક્કરની દૂબઇથી ધરપકડ, ગુજરાત પોલીસને મળી સફળતા

અમદાવાદના માધુપુરા સટ્ટા કાંડનો કિંગની પોલીસે ધરપકડ કરી છે. આરોપી દીપક ઠક્કરની ઈન્ટરપોલની મદદથ

માધુપુરા સટ્ટાકાંડનો કિંગપીન આરોપી દીપક ઠક્કરની દૂબઇથી ધરપકડ, ગુજરાત પોલીસને મળી સફળતા

અમદાવાદના માધુપુરા સટ્ટા કાંડનો કિંગની પોલીસે ધરપકડ કરી છે. આરોપી દીપક ઠક્કરની ઈન્ટરપોલની મદદથી SMCની ટીમે દુબઈથી કબજો લીધો હતો.અમદાવાદના માધુપુરામાં 2300 કરોડનું સટ્ટાકાંડ ઝડપાયું હતું. આ કૌભાંડમાં અંદાજીત  ૨૨૫૩ કરોડનું બેંક ટ્રાન્ઝેક્શન થયું હોવાના પુરાવા મળ્યા હતા.માધુપુરામાં ઝડપાયેલું આ ગુજરાતનું સૌથી મોટુ સટ્ટા કૌભાંડ છે.

 દિપકકુમાર ધીરજલાલ ઠક્કર સંખ્યાબંધ ગુનામાં હતો વોન્ટેડ

આરોપી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઇસ્યુ થઈ હતી. દીપકકુમાર ધીરજલાલ ઠક્કર વિશ્વાસઘાત, છેતરપિંડી, બનાવટી, ફોજદારી કાવતરું, પુરાવાઓ ગુમ કરવા અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ અને પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ સંબંધિત ગુનાઓમાં વોન્ટેડ હતો.

દીપકની UAE માં 13-3-24 ના રોજ ધરપકડ કરાઈ

દીપકની UAE માં 13-3-24 ના રોજ ધરપકડ કરાઈ હતી અને પ્રત્યાપણની દરખાસ્ત રજૂ કરી હતી. માસ્ટર માઇન્ડ આરોપી દીપકએ સોફ્ટવેર એપ્લીકેશન્સનો ઉપયોગ કરીને અને હવાલા ચેનલોનો ઉપયોગ કરી કરોડો રૂપિયાની હેરાફેરી કરી હતી.દીપક ઠક્કર છેલ્લા સાડા પાંચ મહિનાથી દુબઈની જેલમાં કેદ હતો.

દીપક ઠક્કર બનાસકાંઠાના ડીસા તાલુકાના બાબર ગામનો વતની

દીપક ઠક્કર બનાસકાંઠાના ડીસા તાલુકાના બાબર ગામનો છે, તેની ઉંમર 43 વર્ષની છે. આરોપી ડબ્બા ટ્રેડિંગની એક એપ્લિકેશનના મારફતે સટ્ટો રમાડતો હતો, આરોપી દુબઈથી સમગ્ર રેકેટને ઓપરેટ કરતો હતો. હવાલાથી રૂપિયા દુબઈ પહોંચતા હતા. 

પાર્થ દોશીની થઈ ચૂકી છે ધરપકડ

અમદાવાદના માધુપુરા સટ્ટાકાંડ મામલે પાર્થ દોશી નામનો આરોપી અમૃતસરથી ઝડપાયો હતો. માધુપુરા સટ્ટાકાંડમાં અનેક ફરાર આરોપીઓ વિરૂદ્ધ સ્ટેટ મોનીટરિંગ સેલે લૂકઆઉટ નોટિસ જાહેર કરી હતી. પાર્થ દોશી ઉર્ફ પોલોની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પંજાબથી ધરપકડ કરવામાં આવી છે. દૂબઇથી અમૃતસર એરપોર્ટ પર ઉતરતાની સાથે જ પાર્થ દોશીની ધરપકડ કરવામાં આવી હતી. મહત્ત્વપૂર્ણ છે કે માધુપુરા સટ્ટાકાંડમાં પીઆઇ તરલ ભટ્ટ પણ સજા ભોગવી રહ્યાં છે.ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટીંગના સુપર માસ્ટર આઇ.ડી આપનાર મુખ્ય આરોપી પાર્થ કમલેશભાઇ દોશી છેલ્લા ઘણા વર્ષોથી દૂબઇ ખાતે રહીને ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટીંગની સુપર માસ્ટર આઇ.ડી બનાવી વિવિધ વ્યક્તિઓને પુરી પાડતો હતો. જે છેલ્લા એક વર્ષ ઉપરાંતથી આ ગુનામાં નાસતો ફરતો હતો અને તેના વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી.

તરલ ભટ્ટ સામે પણ તપાસ

તરલ ભટ્ટ અમદાવાદમાં પીસીબીમાં ફરજ બજાવતા હતા તે સમયે માધુપુરા વિસ્તારમાં 2 હજાર કરોડથી વધારેનું સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડિંગનું મોટું નેટવર્ક પકડાયું હતું. આ કેસની તપાસ કરી રહેલી વિશેષ ટીમમાં તેમને રાખીને તપાસ કરવામાં આવતી હતી. આ સમયે તરલ ભટ્ટ અને તેમના સ્ટાફની શંકાસ્પદ હરકત અંગે ડીજીપીને જાણ કરવામાં આવી હતી. પુરાવાના આધારે તેમણે સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી નિર્લિપ્ત રાયને તપાસ સોપવામાં આવી હતી. આ તપાસમાં તરલ ભટ્ટે 55 લાખ રૂપિયાનો તોડ કર્યા હોવાના પુરાવા પણ સામે આવ્યા હતા. તે બાદ તરલ ભટ્ટની બદલી જૂનાગઢના માણાવદરના સર્કલ પીઆઇ તરીકે કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો