મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નડિયાદ લવ જેહાદ: કોર્ટમાં હાજર કરાયેલા આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર

ખેડા જિલ્લામાં નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં લવ જેહાદનો ચકચારી મામલો જેમાં નડિયાદના પેરાલ

નડિયાદ લવ જેહાદ: કોર્ટમાં હાજર કરાયેલા આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર

ખેડા જિલ્લામાં નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં લવ જેહાદનો ચકચારી મામલો જેમાં નડિયાદના પેરાલિસિસ થયેલ પતિની મજબૂરીનો લાભ ઉઠાવી પરિણીત મહિલાનુ શોષણ કરાયું હતુ. ત્યારબાદ આરોપી રઈશ મહીડાની ધરપકડ કરીને પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : નડિયાદમાં લવ જેહાદ: પરિણીતાની મજબૂરીનો ફાયદો ઉઠાવી વિધર્મીએ કર્યું મહિલાનું આર્થિક અને જાતીય શોષણ

ઘટનાને અનુક્રમે નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા આજે આરોપીને કોર્ટમાં રજુ કરાયો હતો જ્યાં નડિયાદની કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આરોપી રઈશ મહીડા તેમજ તેનો પરિવાર નડિયાદમાં ગુનાહિત પ્રવૃત્તિઓ માટે પહેલેથી જ કુખ્યાત છે. આરોપીની ઇન્સ્ટાગ્રામ પોસ્ટને લઈને નડિયાદમાં અનેક ચર્ચા થાય છે. જેમાં મહીડાની બંદુક સાથેની ક્લિપ હોય કે પછી દારૂ ભરલી ગાડીની પાછળ પાછળ જઈ રહેલા બુટલેગર રઈશ મહીડાની ક્લિપ હોય, આ પ્રકારના ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપી ખુલ્લેઆમ વીડિયો મૂકી ખેડા પોલીસ તેમજ સમગ્ર તંત્રને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યો છે.

જો કે, હાલ તો આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી તેના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે પરંતુ, ખેડા એસપી રાજેશ ગઢીયા લવ જેહાદના મામલે કઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરશે એ જોવાનું બાકી રહ્યું છે.

આ સમાચાર શેર કરો