Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Taking advantage of the woman's compulsion to marry

નડિયાદમાં લવ જેહાદ: પરિણીતાની મજબૂરીનો ફાયદો ઉઠાવી વિધર્મીએ કર્યું મહિલાનું આર્થિક અને જાતીય શોષણ

Timeછેલ્લું અપડેટ : 22 Jan 2025
લાઇવ ટીવીGoogle News
નડિયાદમાં લવ જેહાદ: પરિણીતાની મજબૂરીનો ફાયદો ઉઠાવી વિધર્મીએ કર્યું મહિલાનું આર્થિક અને જાતીય શોષણ

નડીયાદમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં નડીયાદ શહેરના પશ્ચિમમાં વિધર્મી શખ્સ દ્વારા હિન્દૂ મહિલાનું શોષણ થયાનું સામે આવતા સમગ્ર પંથકમાં ચકચારી મચી જવા પામી છે. આ કુખ્યાત શખ્સ દ્વારા પરણિત મહિલાના પતિની માંદગીને હથિયાર બનાવી મહિલાનુ આર્થિક અને જાતીય શોષણ કરવામાં આવ્યું હતુ. આખરે મહિલાએ હિંમત દાખવીને આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.

App Store

આ પણ વાંચો : રાજકોટમાં માતાએ દિકરાના આપઘાતનો બદલો લેવા પુત્રવધૂના ભાઈની કરી હત્યા, ત્રણની ધરપકડ

ખેડા જિલ્લામાં નડીયાદના કુખ્યાત બુટલેગર મહીડા પરિવારના યુવક રઈશ મહીડાનુ વધુ એક કારનામું સામે આવ્યું છે. હિન્દૂ યુવતીને ફસાવવા નડીઆદનો મહીડા પરિવાર લવ જેહાદથી કુખ્યાત છે. ફરસાણની દુકાન ધરાવતા પરિવારની દુકાન ચલાવતી મહિલાને પહેલા ફસાવી હતી. ત્યારબાદ પેરાલિસીસથી પીડિત નાગરિકની પત્નીનુ શારીરિક અને આર્થિક શોષણ કર્યું હતું. રઈશ મહીડા મહિલાના પતિ સાથે મુલાકાત કરી ઘર સુધી પહોંચી ગયો હતો. દુકાનદાર મહિલાની મજબૂરીનો લાભ ઉઠાવી આરોપી રઈશ મહીડાએ મહિલાનું આર્થિક અને જાતીય શોષણ કર્યું. આખરે મહિલા ફરિયાદીએ પોતાના જીવના જોખમે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મહિલાની ફરિયાદને આધારે પોલીસે વિધર્મી આરોપી રઈશ મહીડાની ધરપકડ કરી હતી અને પોલીસ દ્વારા તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. જેને પગલે રસ્તા પર ઉપર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. સરઘસ નિહાળવા લોકોના વાહનો રસ્તા પર થંભી ગયા હતા.

તાજેતર માં જ એસ.એમ.સીના દરોડામાં મહીડાનો લાખોનો દારૂ ઝડપાયો હતો. નડિયાદ પશ્ચિમ પોલીસમાં ભારે દબદબો ધરાવતા બુટલેગરનો આ વિસ્તારમાં ભારે ખોફ છે. આખુ પરિવાર અસામાજિક કૃત્યોમાં સંડોવાયેલું છે. આ શખ્સે સોશિયલ મીડિયામાં દારૂની ગાડીને ઉતારવા જતો પણ વિડીયો મુક્યો છે અને બંદૂક સાથે પણ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર વિડીયો મુકેલો છે.