મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: ઈસનપુરમાં લોન ના ભરતા સ્કૂલને લાગ્યા તાળા, વિદ્યાર્થીઓ વિલા મોઢે ઘરે પરત ફર્યા

અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં સ્થિત લોટસ સ્કૂલના ટ્રસ્ટે બેંકમાંથી લોન લીધી હતી. જોકે, આ લોનની રકમ સમયસર ભરપાઈ ના

અમદાવાદ: ઈસનપુરમાં લોન ના ભરતા સ્કૂલને લાગ્યા તાળા, વિદ્યાર્થીઓ વિલા મોઢે ઘરે પરત ફર્યા

અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં સ્થિત લોટસ સ્કૂલના ટ્રસ્ટે બેંકમાંથી લોન લીધી હતી. જોકે, આ લોનની રકમ સમયસર ભરપાઈ ના કરતા બેંકે શાળાને સીલ મારી દીધી હતી. શાળાને સીલ મરાતા વિદ્યાર્થીઓને આજે ભણ્યા વગર ઘરે પરત ફરવું પડ્યું હતું. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરના ઈસનપુર વિસ્તારમાં લોટ્સ ઉચ્ચતર માધ્યમિક શાળા આવેલી છે. જે અંદાજે 35 વર્ષ જૂની હોવાનું સામે આવ્યું છે. પંજાબ નેશનલ બેંકમાંથી ભૂતકાળમાં સ્કૂલના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પૈકી દ્વારા સ્કૂલને મોર્ગેજ મૂકીને લોન લેવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા 1.25 કરોડ લોનની રકમ સમયસર ભરવામાં આવી નહોતી. પરિણામે સ્કૂલને લોન ભરવા અનેક નોટિસ આપવામાં આવી હતી. સ્કૂલનું બિલ્ડિંગ સીલ કરવા સુધીની નોટિસ આપવામાં આવી હતી.

શાળાને સીલ કરતા વિદ્યાર્થીઓને ભણ્યા વગર ઘરે પરત ફરવું પડ્યું

પંજાબ નેશનલ બેન્કે લોન ભરવા માટે શાળાને વારંવાર નોટિસ ફટકારી હતી. જોકે, તેમછતાં પણ લોન ભરવામાં આવી નહોતી. આખરે બેંકે શુક્રવારે શાળાને સીલ મારી દીધી હતી. એટલું જ નહીં બેંક સીલ ના ખોલવા માટેની નોટિસ લગાવી હતી. શાળાને સીલ કરતા વિદ્યાર્થીઓને આજે ભણ્યા વગર ઘરે પરત ફરવું પડ્યું હતું. 

લોનની રકમ ટૂંક સમયમાં ભરી દેવાશે - સ્કૂલના ટ્રસ્ટી 

જોકે, આ અંગે સ્કૂલના ટ્રસ્ટી રમણિક ભદ્રેશિયાએ જણાવ્યું કે, લોનની રકમ ટૂંક સમયમાં ભરી દેવામાં આવશે. પરિણામે આગામી દિવસોમાં શાળાનું સીલ ઓપન થઈ જશે. 

આ સમાચાર શેર કરો