મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાકિસ્તાનની બોર્ડર પર લોકસભા ચૂંટણી પ્રચાર, ગુજરાતના મંત્રી રાજૌરીમાં લોકોને કરાવી રહ્યા છે PM મોદીની ગેરન્ટી અહેસાસ

લોકસભાની ચૂંટણી ગુજરાતમાં પૂર્ણ થઈ છે. ત્યારે ગુજરાતના નેતાઓ દેશના અલગ અલગ ભાગોમાં પ્રચાર કરી રહ્યા

પાકિસ્તાનની બોર્ડર પર લોકસભા ચૂંટણી પ્રચાર, ગુજરાતના મંત્રી રાજૌરીમાં લોકોને કરાવી રહ્યા છે PM મોદીની ગેરન્ટી અહેસાસ

લોકસભાની ચૂંટણી ગુજરાતમાં પૂર્ણ થઈ છે. ત્યારે ગુજરાતના નેતાઓ દેશના અલગ અલગ ભાગોમાં પ્રચાર કરી રહ્યાં છે. રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનશેરિયા હાલ પાકિસ્તાનની બોર્ડર પર પ્રચાર કરી રહ્યાં છે. ભારે સુરક્ષા વચ્ચે થતાં આ પ્રચારમાં પીએમ મોદીની ગેરન્ટીનો અહેસાસ મતદારોને કરાવવામાં આવી રહ્યો છે.

બોર્ડર વિસ્તારમાં પ્રચાર

જમ્મુ-કાશ્મીરના બોર્ડર પર આવેલા રાજૌરી લોકસભા વિસ્તારમાં શદારા, રાજધાની/થાનામંડી વિસ્તારમાં ભાજપના કાર્યકરો સાથે પ્રફુલ્લ પાનશેરિયા પ્રચાર કરી રહ્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ અને એક ભારત શ્રેષ્ઠ ભારત સહિતના મુદ્દે તેઓ લોકોને સંબોધન કરી રહ્યાં છે.

વિકાસના કાર્યોની વણઝાર

પ્રચારમાં વ્યસ્ત પ્રફુલ્લભાઈએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરના લોકો ભારત અને ભાજપની સાથે છે. અહિં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 370ની કલમ હટયા બાદ પ્રવાસથી લઈને તમામ ક્ષેત્રે અહિં વિકાસની વણઝાર જોવા મળી રહી છે. લોકો અહિં ખૂબ સ્વાગત કરીને સન્માન આપી રહ્યાં છે. તમામ લોકોએ ફરી એકવાર મોદી સરકારનું નક્કી કરી રાખ્યું છે. જે ચાર જૂનના રોજ તમામની સામે આવી જશે.

આ સમાચાર શેર કરો