મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: બેફામ દોડતી કારે વૃદ્ધનો લીધો જીવ, ફરાર થાય તે પહેલા સ્થાનિકોએ 2 યુવાનોને દબોચ્યા

રાજ્યમાં ફરી એક વાર ગંભીર અકસ્માત સર્જાયો છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટ શહેરમાં બેફામ દોડતી કારે બે વાહનોને ટક્ક

રાજકોટ: બેફામ દોડતી કારે વૃદ્ધનો લીધો જીવ, ફરાર થાય તે પહેલા સ્થાનિકોએ 2 યુવાનોને દબોચ્યા

રાજ્યમાં ફરી એક વાર ગંભીર અકસ્માત સર્જાયો છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટ શહેરમાં બેફામ દોડતી કારે બે વાહનોને ટક્કર મારી હતી. જેમાં એક્ટિવા ચાલક વૃદ્ધને ટક્કર મારી હતી. વૃદ્ધ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા,  ગંભીર રીતે ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

12 વર્ષની બાળકને પણ મારી ટક્કર

જોકે ટૂંકી સારવાર બાદ વૃદ્ધનું મોત નિપજ્યું હતું. વૃદ્ધની ઓળખ પ્રફુલભાઈ ઉનડકટ તરીકે થઈ હતી તો અન્ય વાહનમાં સવાર 12 વર્ષની બાળકી અને તેના કાકાને પણ આ વાહન ચાલકે ટક્કર મારી હતી. 12 વર્ષની માસૂમને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. 

કારમાં સવાર યુવાનો ફરાર થાય તે પહેલા ઝડપાયા

 અકસ્માત સર્જાતા આસપાસ લોકો દોડી આવ્યા હતા અને કારમાં સવાર બે યુવાને ફરાર થાય તે પહેલા તેમને ઝડપી લેવામાં આવ્યા હતા, જોકે કારમાં અન્ય બે યુવતીઓ પણ સવાર હતી જો કે તે ફરાર થઈ ગઈ હતી.

વૃદ્ધનું ટૂંકી સારવાર બાદ મોત

સ્થાનિકોએ બન્ને યુવાનોને પોલીસને સોંપ્યા હતા. કાર ચાલક નશામાં હોવાની લોકોએ શંકા વ્યક્ત કરી હતી. કાર એટલી સ્પીડમાં હતી કે તેના આગળના ભાગને નુકશાન થયું હતું. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની તપાસ આદરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નબીરાઓ નશામાં ધૂત થઈને અકસ્માત સર્જીને લોકોની જીંદગી સાથે રમત રમી રહ્યા છે.

આ સમાચાર શેર કરો