મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પેટ્રોલ-ડિઝલના કન્ટેનરમાં દારૂની હેરાફેરી, ક્રાઇમ બ્રાન્ચે 52 લાખનો દારૂ ઝડપી પડ્યો

RAJKOT NEWS: રાજકોટ - અમદાવાદ હાઇવે પરથી ક્રાઇમ બ્રાન્ચે દારૂનો મોટો જથ્થો ઝ

VIDEO: પેટ્રોલ-ડિઝલના કન્ટેનરમાં દારૂની હેરાફેરી, ક્રાઇમ બ્રાન્ચે 52 લાખનો દારૂ ઝડપી પડ્યો

RAJKOT NEWS: રાજકોટ - અમદાવાદ હાઇવે પરથી ક્રાઇમ બ્રાન્ચે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. ક્રાઇમ બ્રાન્ચે હિરાસર એરપોર્ટ નજીક Indane Gasના કન્ટેનરમાંથી 52 લાખની કિંમતનો 10 હજારથી વધુ બોટલ દારૂ ઝડપાયો છે.

કોઈને શંકા ન જાય તે માટે indane gasના કન્ટેનરમાં દારૂની હેરાફેરી કરાઇ રહી હતી. ક્રાઈમ બ્રાન્ચે આ કન્ટેનરને પકડ્યા બાદ તેને તોડવા માટે ગેસ કટરનો ઉપયોગ કરવો પડ્યો હતો. ગેસ કન્ટેનર હોવાથી પોલીસે ફાયર બ્રિગેડને પણ સાથે રાખીને ગેસ કટરથી કન્ટેનર તોડી દારૂ બહાર કાઢ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચે મૂળ રાજસ્થાનના મહેન્દ્રકુમાર સારંગ નામના ડ્રાઈવરની ધરપકડ કરી કયા રાજ્યમાંથી દારૂ આવ્યો હતો અને કોને પહોચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો