મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot: સિવિલ હોસ્પિટલમાં દારૂબંધીના ધજાગરા, કમ્પાઉન્ડમાં 'દારૂ પાર્ટી'? એમ્બ્યુલન્સ પાસેથી મળી બોટલો

ગુજરાતમાં દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડતા હોય તેવો વધુ એક કિસ્સો રા

Rajkot: સિવિલ હોસ્પિટલમાં દારૂબંધીના ધજાગરા, કમ્પાઉન્ડમાં 'દારૂ પાર્ટી'? એમ્બ્યુલન્સ પાસેથી મળી બોટલો

ગુજરાતમાં દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડતા હોય તેવો વધુ એક કિસ્સો રાજકોટની સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી સામે આવ્યો છે. જે સંસ્થા દર્દીઓના જીવ બચાવવા માટે છે, તેના જ કમ્પાઉન્ડમાંથી દારૂની બોટલો મળી આવતા સિવિલની સુરક્ષા અને વ્યવસ્થાપન સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

જૂની બિલ્ડિંગ અને એમ્બ્યુલન્સમાંથી મળી બોટલો

સિવિલ હોસ્પિટલના જૂની બિલ્ડિંગના કમ્પાઉન્ડમાંથી દારૂની ખાલી ત્રણ બોટલો મળી આવી હતી. આનાથી પણ વધુ ગંભીર બાબત એ છે કે, પાર્ક કરાયેલી એક ખખડધજ એમ્બ્યુલન્સમાંથી પણ 6 ખાલી દારૂની બોટલો મળી આવી છે.

શું સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં મોડી રાત્રે દારૂની પાર્ટીઓ થાય છે?

એક તરફ સિવિલ હોસ્પિટલ તેની સિક્યુરિટી પાછળ દર મહિને લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, તો બીજી તરફ દારૂડિયાઓ બેફામ બનીને હોસ્પિટલના કમ્પાઉન્ડમાં દારૂ પાર્ટી કરી રહ્યા છે. અગાઉ પણ આ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરના ક્વાર્ટર પાસેથી દારૂની બોટલો તેમજ દારૂ ભરેલી ગાડી મળી આવી હતી. આ સતત બનતી ઘટનાઓ દર્શાવે છે કે રાજકોટમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર જ રહી ગઈ છે. 

આ સમાચાર શેર કરો