મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkotમાં એલર્ટ: અટિકા વિસ્તારમાંથી 5 શંકાસ્પદ કાશ્મીરી શ્રમિકો ઝડપાયા

દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ શહેર પોલીસ સક્રિય બની હતી અને શહેરના

Rajkotમાં એલર્ટ: અટિકા વિસ્તારમાંથી 5 શંકાસ્પદ કાશ્મીરી શ્રમિકો ઝડપાયા

દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ શહેર પોલીસ સક્રિય બની હતી અને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન ભક્તિનગર પોલીસ અને SOGની ટીમને એક મહત્ત્વની સફળતા મળી છે.

કાશ્મીરી ભાષામાં વાત કરતા શ્રમિકો ઝડપાયા

ભક્તિનગર પોલીસને એવી બાતમી મળી હતી કે, શહેરના અટીકા વિસ્તારમાં આવેલી એક ઓરડીમાં કેટલાક શખ્સો કાશ્મીરી ભાષામાં વાતચીત કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડા પાડતા તે ઓરડીમાંથી પાંચ શંકાસ્પદ કાશ્મીરી શ્રમિકો મળી આવ્યા હતા.

પોલીસે તાત્કાલિક પાંચેયની પૂછપરછ શરૂ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે પાંચમાંથી એક કાશ્મીરી છેલ્લા ત્રણ વર્ષથી અને અન્ય ચાર કાશ્મીરી છેલ્લા પાંચ-છ મહિનાથી રાજકોટમાં રહે છે.  આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ પણ તપાસમાં ઝંપલાવ્યું છે.

મોબાઇલ ફોન સાયબર લેબમાં મોકલાયા

પોલીસે શંકાના આધારે તમામ કાશ્મીરી શ્રમિકોના મોબાઇલ ફોન કબજે કર્યા છે અને તેને વધુ તપાસ માટે સાયબર લેબમાં મોકલી આપ્યા છે. રાજકોટ પોલીસ હાલ સાયબર રિપોર્ટની રાહ જોઈ રહી છે.

હાલ સુધીની પૂછપરછમાં અન્ય કોઈ ગેરકાયદેસર બાબત સામે આવી નથી. જોકે, પોલીસે કાયદેસરની પ્રક્રિયાના ભાગરૂપે ઓરડી ભાડે આપનાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો