મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો! લીંબડી-અમદાવાદ હાઇવે પર 500 કરોડના ખર્ચે બનેલા ઓવર બ્રિજમાં એક જ વર્ષમાં 10 ફૂટનું પડ્યુ ગાબડુ

ગુજરાતમાં ફરી એક વખત બ્રિજ બનાવવામાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે. ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચ

ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો! લીંબડી-અમદાવાદ હાઇવે પર 500 કરોડના ખર્ચે બનેલા ઓવર બ્રિજમાં એક જ વર્ષમાં 10 ફૂટનું પડ્યુ ગાબડુ

ગુજરાતમાં ફરી એક વખત બ્રિજ બનાવવામાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે. ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજમાં ગાબડા પડ્યા બાદ હવે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ એક ઓવરબ્રિજમાં ગાબડા પડી ગયા છે. લીંબડી-અમદાવાદ હાઇવે પર આવેલા ઓવર બ્રિજ પર 10 ફૂટનું ગાબડુ પડ્યું છે. બ્રિજ પર ગાબડુ પડતા એક તરફનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. 

ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો

લીંબડી-અમદાવાદ નેશનલ હાઇવે પર બનાવવામાં આવેલા ઓવર બ્રિજમાં 10 ફૂટનું ગાબડુ પડી ગયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય વરસાદમાં જ બ્રિજ પર ગાબડુ પડતા એક તરફનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. માત્ર એક વર્ષ પહેલા જ 500 કરોડના ખર્ચે બનેલા આ ઓવરબ્રિજમાં સામાન્ય વરસાદમાં જ ગાબડા પડી જતા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે.

હાઇવે નિર્માણ કામમાં પણ ભ્રષ્ટાચાર

લીંબડી સર્કલ પાસે આવેલા ઓવરબ્રિજ પર એક તરફનો 10 ફૂટનો ભાગ બેસી જતા એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા બેરિકેટ મુકીને ગાબડા પુરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. સામાન્ય વરસાદે જ વિકાસના કામમાં થયેલા ભ્રષ્ટાચારના બોલતા પુરાવા સામે આવ્યા છે.

આ સમાચાર શેર કરો