રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસું ધીરે-ધીરે જામી રહ્યું છે, પાંચ દિવસ હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી હવામાન

ગુજરાતમાં ચોમાસું ધીરે-ધીરે જામી રહ્યું છે, પાંચ દિવસ હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી હવામાન દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પાંચ જિવસ અગાઉ ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો હતો, હવે ચોમાસું વેગ પકડે તેવી સંભાવના છે.
પાંચ દિવસ હળવાથી ભારે વરસાદ
હવામાન વિભાગની માહિતી અનુસાર આગામી ત્રણ દિવસ રાજ્યના અનેક સ્થળોએ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આગામી 20 જૂનના વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. શનિવારે 24 તાલુકામાં ભારેથી હળવો વરસાદ નોંધાયો હતો.
16 જૂન: ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ,આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત ડાંગ, નવુસારી, વલસાડ, તાપી, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ.
17 જૂન: પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી ,વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથ
18-19 જૂન: ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર.
20 જૂન: વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ,સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી ભાવનગરમાં હળવોથી મધ્યમ.
સુરેન્દ્રનગરના વઢવાણમાં રાત્રી દરમ્યાન 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. લખતરમાં પણ દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદના પગલે તંત્રનું પ્રી-મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ હતી.જ્યાં શહેરના અનેક વિસ્તારોમાં ઢીંચણસમણાં પાણી ભરાયા હતા.








