અમદાવાદ: LCBએ ઝડપેલો 'ગગો' કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી રફુચક્કર, 'રોકી' રિક્ષાવાળાથી ચેતજો!
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણાં સમયથી હત્યા, લૂંટ, અપહરણ અને મારામારી ઘટનામાં વધારો થઈ રહ્યો છે. શનિવારે

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણાં સમયથી હત્યા, લૂંટ, અપહરણ અને મારામારી ઘટનામાં વધારો થઈ રહ્યો છે. શનિવારે (16મી નવેમ્બર) મોડી સાંજે નહેરૂનગર વિસ્તારમાં શાકભાજીના વેપારીની ધડાધડ ફાયરિંગ કરીને હત્યા કરાઈ હતી. કાગડાપીઠ વિસ્તારમાં તલવારના ઘા મારીને એક વ્યક્તિની હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. જોકે, આ ઘટનાને લઈને કાગડાપીઠ પોલીસ સ્ટેશનની બહાર હજારો લોકો ઉમટી પડ્યા હતા.
કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર
કાગડાપીઠ પોલીસ સ્ટેશન ફરીથી ચર્ચામાં આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી ચોરીનો આરોપી ફરાર થઈ જતા ખળભળાટ મચ્યો છે. આરોપી ગુરુવારની રાત્રે 11.15 વાગ્યાની આસપાસ હાજર પોલીસ કર્મચારીઓની નજર ચૂકવીને ભાગવામાં સફળ રહ્યો હતો. આરોપીની ઓળખ હિતેશ વાઘેલા થઈ છે. ફરાર આરોપી હજુ પોલીસ પકડથી દુર છે.
આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલ કાંડ: ડિરેક્ટર અને CEOના ઘરમાં દરોડા, PMJAYને લગતા મહત્ત્વના દસ્તાવેજો જપ્ત
ત્રણેય ગુનેગારોને LCBએ ઝડપી લીધા હતા
ઝોન-2 LCB સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતું ત્યારે બાતમી મળી હતી કે ત્રણ શખ્સો ઓટો રીક્ષામાં પેસન્જરને બેસાડીને તેમની નજર ચુકવીને મોબાઈલ, રોકડ રૂપિયા લૂંટી લેતા હતા. તો બીજી તરફ તેઓ રાત્રિના સમયે ખુલ્લા ઘરોમાં પ્રવેશ કરીને મોબાઈલની ઉઠાંતરી કરીને ફરાર થઈ જતા હતા. આ ત્રણેય ગુનેગારોને પોલીસે ઝડપી લીધા હતા. ત્રણેય આરોપીઓને પકડીને કાગડાપીઠ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી કુલ 9 મોબાઈલ ફોન, રીક્ષા અને રોકડ રૂપિયા દબોચ્યા હતા.
આરોપીઓના નામ
હિતેશ ઉર્ફે રોકી રમેશ વાઘેલા
ભાવેશ ઉર્ફે ભાવલો નટવરલાલ ચાવડા
પ્રકાશ ઉર્ફે પિંટો ઉર્ફે દાતરો લક્ષ્મણ પરમાર
આ ત્રણ પૈકી બે આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તો બીજી તરફ આ આરોપીઓ કાલુપુર સ્ટેશન અને ગીતા મંદિર બસ સ્ટેન્ડથી રીક્ષામાં પેસન્જરોને બેસાડતા હતા, પછી પેસેન્જરોની નજર ચૂકવીને રોકડ કે મોબાઈલ સેરવી લેતા હતા. તો બીજી તરફ આ શખ્સો ખુલ્લા ઘરોમાં પ્રવેશની ચોરીનો અંજામ આપતા હતા








