સુરતના પોશ વિસ્તારમાં ધમધમતાં કેફે પર મોડી રાત્રે સરપ્રાઈઝ ચેકિંગ, ડ્રગ્સને લઈને લોકોને કહ્યું આવું
સુરતમાં ડ્રગ્સનો કારોબારો ફૂલી ફાલી રહ્યો છે. ત્યારે તેની સામે પોલીસ દ્વ

સુરતમાં ડ્રગ્સનો કારોબારો ફૂલી ફાલી રહ્યો છે. ત્યારે તેની સામે પોલીસ દ્વારા પણ આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે એસઓજી પોલીસ અને ક્રાઈમ ક્રાઈમ બ્રાન્ચનું સરપ્રાઈઝ ચેકિંગ શહેરના પોશ વિસ્તારમાં ધમધમતાં કેફે પર આવ્યું હતું. મોડીરાત્રે ચેકિંગ કરીને લોકોને આવી જગ્યા પર મોડી રાત્રે ન આવવા માટે અપીલ કરવામાં આવી હતી.
લોકોને સમજાવાયા
સુરતના પીપલોદ, વેસુ, અલથાણ, પાલ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તમામ વિસ્તારોમાં આવેલ ચા, કેફે ઉપરાંત પાનના ગલ્લાઓ ઉપર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાત્રે 11 વાગ્યા બાદ પણ પોતાની દુકાને ખુલ્લી રાખતા હોય છે. તેવા લોકોને રાત્રે 11 વાગ્યા બાદ પોતાની દુકાનો બંધ કરવા માટે ઘટક સૂચનાઓ આપી છે. તે ઉપરાંત ત્યાં બેઠા તમામ લોકોને પોલીસે સમજાવ્યા પણ છે.
ઉચ્ચઅધિકારીઓ તપાસમાં જોડાયા
ખાસ કરીને રાત્રી દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા આવી જગ્યા ઉપર ગેર પ્રવૃત્તિઓ કરતા હોય છે. નશાની હાલતમાં તેઓ મોટી ઘટનાઓને પણ અંજામ આપતા હોય છે. જેથી તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સાથે જ પોલીસ અધિકારીએ કહ્યું કે, આ અભિયાનમાં બે પીઆઇ, આઠ પીએસઆઇ, એસઓજી અને ડીસીબીના આશરે 80 પોલીસ કર્મીએ કુલ 38 જગ્યાએ ચેકિંગ હાથ ધર્યું હતું. અમને માહિતી હતી કે, અહીં રાત્રે ડ્રગ્સનું સેવન પણ થઈ રહ્યું છે, પરંતુ ચેકિંગ સમયે કંઈ મળી આવ્યું નથી. અમારી સતત સર્ચની કાર્યવાહી ચાલુ રહેશે.








