મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ગણેશ વિસર્જનની તૈયારીઓને અપાયો આખરી ઓપ, મહાકાય ક્રેઈર્નની મદદથી મોટી મૂર્તિઓના થશે વિસર્જન

ગુજરાતના સૌથી મોટા ગણેશ વિસર્જનની તૈયારીઓ સુરતના હજીરામા શરૂ થઈ ગઈ છે. હજીરા બોટ પોઇન્ટ ઓવારા ખાત

સુરતમાં ગણેશ વિસર્જનની તૈયારીઓને અપાયો આખરી ઓપ, મહાકાય ક્રેઈર્નની મદદથી મોટી મૂર્તિઓના થશે વિસર્જન

ગુજરાતના સૌથી મોટા ગણેશ વિસર્જનની તૈયારીઓ સુરતના હજીરામા શરૂ થઈ ગઈ છે. હજીરા બોટ પોઇન્ટ ઓવારા ખાતે વિસર્જન માટેની તૈયારીઓ કરાઈ રહી છે. 12 મહાકાય ક્રેઈર્નની મદદથી ગણપતિજીનું વિસર્જન થશે. રાધે કૃષ્ણ ગ્રૂપના સહયોગથી બોટ પૉઈન્ટ ઓવરો હજીરા ખાતે વિસર્જન થશે. ત્યારે પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ મુલાકાત લઈને સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. 

600 સ્વયંસેવકો જવાબદારીની નિભાવશે

૧૨ ક્રેન,૧૨ ફોર્કલીફ્ટ,૯ સ્પેશિયલ ગેસ કટર તથા અંદાજિત 600 સ્વયંસેવકો સાથેની ટીમ દ્વારા તમામ મોટી ઊંચાઈ ધરાવતી ગણેશ પ્રતિમાનુ સુરક્ષીત વિસર્જન કરવામાં આવશે. આજરોજ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત તથા ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારો આજરોજ મુલાકાતે ગયા હતા.સમગ્ર તૈયારીઓ તેમજ કોઇપણ ગણેશ મંડળને અગવડ ન પડે તેવી સૂચનો આપવામાં આવી છે. 

કમિશનરે સમીક્ષા કરી

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યુ કે, અમે વ્યવસ્થા જોવા આવ્યા છીએ. તમામ વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સારી રીતે વિસર્જન થાય તે માટેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તમામ વિસર્જનની પ્રક્રિયા ઝડપી અને સારી રીતે થવાની છે ત્યારે લોકો પણ સાથ સહકાર સારી રીતે આપે તે જરૂરી છે.

આ સમાચાર શેર કરો