મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગીતમાં પણ રાજનીતિ! શિક્ષણ મંત્રીએ કહ્યું-હાથમાં ધારિયા કોંગ્રેસના જમાનાનું, હાથમાં કલમ કાનમાં સ્ટોથોસ્કોપ ભાજપનું

દેડીયાપાડાની ઇનરેકા સંસ્થા માં 41 વાર્ષિક મહોત્સવમાં હાજરી આપવા પહોંચેલા રાજ્યના આદિજાતી અને

ગીતમાં પણ રાજનીતિ! શિક્ષણ મંત્રીએ કહ્યું-હાથમાં ધારિયા કોંગ્રેસના જમાનાનું, હાથમાં કલમ કાનમાં સ્ટોથોસ્કોપ ભાજપનું

દેડીયાપાડાની ઇનરેકા સંસ્થા માં 41  વાર્ષિક મહોત્સવમાં હાજરી આપવા પહોંચેલા રાજ્યના આદિજાતી અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું શાળા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમની સાથે સાંસદ મનસુખ વસાવા, સહિત ઇનરેકા સંસ્થાના વિવિધ લોકો પણ આવ્યા હતા. જ્યાં શિક્ષણ મંત્રીએ ગીતમાં પણ ભાજપ કોંગ્રેસ હોવાનું કહ્યું હતું.

આ પણ વાંચોઃ 'મારો દીકરો પરત લાવો' કહી સુરતમાં માતા ખાડીમાં કુદી ગઈ, વર્ષ અગાઉ પુત્રનું થયું હતું મોત

નામ લીધા વગર પ્રહાર 

આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરે ધારાસભ્ય ચૈતર વસાવાનાં ગઢમાં આવીને તેમનું નામ લીધા વગર કેટલાક લોકો યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેવી વાત કરી કટાક્ષ માર્યો હતો. કોંગ્રેસના શાસનમાં ભણ્યા એટલે પાછળ છો અને હાલના વિદ્યાર્થીઓ ભાજપના શાસનમાં ભણે છે એટલે આગળ વધી રહ્યા છે. આદિવાસી નૃત્ય કોંગ્રેસના સમયનું છે. હવે ભણવું પડે તો આગળ વધીશું. આદિવાસી નૃત્યનું ગીત છે. અમુ આદિવાસી હાથમાં દાંડિયુંને મોદી સાહેબના શાસનમાં નવું ગીત લાવો હાથમાં કલમ અને ગળામાં સ્થેસસ્કોપ એવું ગીત લાવો કહી સૂચના આપી હતી. અમારી બાજુ હાલ પેલા ગીર ગાય.. ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ આપું અને ચાર ચાર બંગડી વાળી લાડી લઈ આપું એ પણ શિક્ષણ સારું મેળવ્યું હોઈ તો આવે.

ભીલ પ્રદેશની માગ નકારી

મનસુખ વસાવાએ પણ મીડિયા સમક્ષ વાત કરી કે,  મોદી સાહેબને સંભળાવા હોય તેમના અસ્તિસ્તને જોવું હોય તો તેમની મન કી વાત ખૂબ પ્રભાવશાળી છે. જો બાળકોને મન કી બાત દેખડવામાં આવે તો ઘણું શીખવા મળે..એવું સાંસદ મનસુખ વસાવા એ આશ્રમ શાળાઓ અને નિવાસી શાળાઓમાં તો રેગ્યુલર કરવા જેવું છે. તેવી વાત કરી હતી સાથે સાંસદ મનસુખ વસાવા એ હાલ ખાસ આદિવાસીઓએ જે ભીલ પ્રદેશની માગ ને લઈ મોટું નિવેદન આપ્યું કે ભીલ પ્રદેશની માગોને લઈ ખોટી શક્તિ વેડફી રહ્યા છે. જે લોકો ભીલ પ્રદેશની માગણી કરી રહ્યા છે. એ બિલકુલ ખોટી માંગણીઓ છે.

આ સમાચાર શેર કરો