રશિયા-યુક્રેન યુધ્ધના લીધે અટવાયેલું લેડર અઢી વર્ષે પહોંચ્યુ સુરત, બે મિનિટમાં પહોંચી જશે 16 માળ સુધી
સુરત ફાયરબ્રિગેડની શક્તિમાં વધારો થયો છે. આધુનિક હાઈડ્રોલિક લેડરનો ઉમેરો કરવામાં આવ્યો છે.ફિનલેન્ડથી આયાત કરા

સુરત ફાયરબ્રિગેડની શક્તિમાં વધારો થયો છે. આધુનિક હાઈડ્રોલિક લેડરનો ઉમેરો કરવામાં આવ્યો છે.ફિનલેન્ડથી આયાત કરાયેલ 70 મીટર ઊંચાઈની કેપેસિટી ધરાવતું હાઈડ્રોલિક પ્લેટફોર્મ ફાયરબ્રિગેડના બેડામાં સામેલ કરવામાં આવ્યું છે. આ મશીનની ખરીદી અગાઉ કરવામાં આવી હતી. જો કે, રશિયા-યુક્રેન યુદ્ધના લીધે અટવાયેલું ટર્ન ટેબલ લેડર મશીન અઢી વર્ષે સુરત પહોંચ્યું છે.
આ પણ વાંચોઃ સુરતમાં રાત્રે 100 જવાનોનું 4 કલાક કોમ્બિગ, તડીપાર સહિત 13 હથિયાર પોલીસે કર્યા કબ્જે
કોમ્પ્યુટરાઈઝ ઓપરેટ થશે
ઊંચી ઇમારત પર આગ લાગે ત્યારે આગ ઓલવવા સૌથી મહત્વપૂર્ણ રોલ રહેશે. 16 માળ ઉપર હાઇટ્રોલીક લેડર અને ટર્ન ટેબલ લેંડર જશે. ફિનલેન્ડથી ઈમ્પોર્ટ કરવામાં આવ્યું છે. ૭૦ મીટરનું હાઈડ્રોલિક પ્લેટફોર્મ ફાયર ડિપાર્ટમેન્ટના બેડામાં સામેલ કરવામાં આવ્યું છે. બે મિનિટમાં હાઇડ્રોલિક લેડર 16 માળ સુધી પહોંચી જશે. લોકોનો જીવ ગણતરીની મિનિટોમાં જ બચી જશે.આગ પણ કાબુ અને લોકોને બચાવી પણ શકાશે.કોમ્પ્યુટર રાઈઝ ઓપરેટ કરવામાં આવશે
ઓટોમેટિક સેન્સર
હાલ પાલિકા પાસે બે પ૫ મીટર અને એક ૪૬ મીટરનો ટર્ન ટેબલ લેડર મશીન છે. 5 લોકોને એક સાથે રેસ્ક્યુ કરી શકાશે. ઓવરલોડ થતાં ઓટોમેટિક સેન્સર વાગવા લાગે છે.અંદાજિત 12 કરોડના ખર્ચે વસાવવામાં આવેલું આ આધુનિક લેડર ઓટોમેટિક છે અને સેન્સરથી સજ્જ છે. 16માં માળ સુધી ફસાયેલા લોકો સુધી આ મશીન બે મિનિટમાં જ પહોંચી જતું હોવાનો દાવો કરાયો છે.આ મશીનના આગમન સાથે સુરત શહેરના ફાયર વિભાગને હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગથી થતાં જોખમો સામે વધુ સજ્જ બનાવવામાં આવ્યું છે.








