મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ડાંગ હજુ પણ ડિજિટલ યુગથી દૂર, ઈન્ટરનેટ નેટવર્કના અભાવે ગ્રામ્ય વિસ્તારમાં લોકોને હાલાકી વેઠવાની નોબત

ડાંગ જિલ્લામાં ભાજપ સરકાર ગામડાના વિકાસ સાથે ડિજિટલ યુગ સાથે કદમ મિલાવવાની મોટી મોટી જાહે

ડાંગ હજુ પણ ડિજિટલ યુગથી દૂર, ઈન્ટરનેટ નેટવર્કના અભાવે ગ્રામ્ય વિસ્તારમાં લોકોને હાલાકી વેઠવાની નોબત

ડાંગ જિલ્લામાં ભાજપ સરકાર ગામડાના વિકાસ સાથે ડિજિટલ યુગ સાથે કદમ મિલાવવાની મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ દેખાય રહી છે. ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવાના તળેટી વિસ્તારમાં આવેલા બોરખલ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ચવડવેલ, ગાયખાસ, પાયરઘોડી, ટેમ્બરુનઘરટાં, બોરખલ ગામોમાં નેટવર્કના અભાવે રેશન માટે કૂપન કાઢવા માટે ગ્રામ પંચાયત દ્વારા કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતા ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાની નોબત ઉભી થાય છે.

સરકારી યોજના સહાયથી વંચિત

એક તરફ ભાજપના પૂર્વ સાંસદ ડો. કે.સી. પટેલ દ્વારા ડાંગ જિલ્લાને ડિજિટલ કનેક્ટિવિટી સાથે જોડવા તેમના ગ્રાન્ટમાંથી       બીએસએનએલના ટાવરો નિર્માણ કરાયા હોવાના અવારનવાર તેમના ભાષણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમનો કાર્યકાળ પૂર્ણ થતા નવા સંસદ સભ્ય તરીકે ધવલ પટેલ ચૂંટાઈ આવ્યા હતાં. છતાં ડાંગના ગામડાઓમાં ટેલિફોન કે, ઇન્ટરનેટની સુવિધા મળી નથી. બોરખલ ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતમાં તલાટી ક્મ મંત્રી સતત ગેરહાજર રહેવા સાથે કોમ્પ્યુટર ઓપરેટર પણ ઘણા સમયથી ગેરહાજર રહેતા ગ્રામ પંચાયતમાં આવકના દાખલા કે રેશનના કૂપન સહિત વિવિધ પ્રમાણપત્રો માટે જિલ્લા મથકે જવુ પડે છે. જેના કારણે ગરીબ આદિવાસીઓને નાણાના વ્યય સાથે સમયનો બગાડ થતા આદિવાસીઓ સરકારી યોજનાઓ અને સહાયથી વંચિત રહી જાય છે. 

60 પંચાયતોમાં માત્ર વહીવટદાર

ડાંગ જિલ્લામાં કુલ 70 ગ્રામ પંચાયતો આવેલી છે. જેમાં વિભાજન થતા કુલ 100 ગ્રામ પંચાયત બની છે. જેમાંથી માત્ર 40 ગ્રામપંચાયતોમાં સરપંચ ચૂંટાયા છે. જયારે બાકીની 60 જેટલી ગ્રામ પંચાયતો હાલ વહીવટદાર દ્વારા ચલાવાય રહી છે .જેમાં તલાટી ક્મ મંત્રીને વહીવટદાર તરીકેની જવાબદારી આપી હોય એક તલાટી ક્મ મંત્રીને 5 જેટલી ગ્રામપંચાયતનો વહીવટ હોય તેઓ ગ્રામ પંચાયત પર હાજર ન રહેતા અરજદારોની કામગીરી ખોરંભે ચડી હોય વહીવટીતંત્ર તદ્દન નિષ્ફળ નીવડ્યું હોવાનું આદિવાસીઓ આક્ષેપ કરી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો