મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નર્મદા મેઈન કેનાલમાં સફાઈનો અભાવ, નિગમની બેદરકારીથી ઉગી નીકળ્યા ઝાડી ઝાંખરા

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાંથી નર્મદા મેઇન કેનાલ પસાર થાય છે. જો કે નિગમની બેદરકારી જોવ મળી રહી છે. જેથી નસવા

નર્મદા મેઈન કેનાલમાં સફાઈનો અભાવ, નિગમની બેદરકારીથી ઉગી નીકળ્યા ઝાડી ઝાંખરા

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાંથી નર્મદા મેઇન કેનાલ પસાર થાય છે. જો કે નિગમની બેદરકારી જોવ મળી રહી છે. જેથી નસવાડી તાલુકાના ખોડિયા અને રતનપુરા વચ્ચે નર્મદા મેઇન કેનાલમાં ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા છે. જ્યારે કેનાલ કોંક્રિટથી બનેલી છે. આ ઝાડી ઝાખરામાંથી વૃક્ષ ઊગી નીકળે અને વૃક્ષના મૂળયા કોંક્રિટને નુકશાન કરે છે.

કેનાલની સફાઈનો અભાવ

કેનાલમાં ગાબડું પાડવાની દહેશત રહેલી છે. જ્યારે કેનાલોની સફાઈ માટે કરોડો રૂપિયા ખર્ચ સરકારી ચોપડે પડવામાં આવે છે. ત્યારે આ મેઇન કેનાલોની સફાઈ કરાવવામાં આવતી નથી. નર્મદા નિગમના નર્મદા ડેમના પાણીથી વીજ ઉત્પાદન કરીને કરોડો રૂપિયાનો ફાયદો થાય છે.

મહત્વની કેનાલના બુરા હાલ

ઉદ્યોગોને પાણી વેચીને કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલ છે. જ્યારે ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપીને વેરો વસૂલે છે. ત્યારે નર્મદા મેઇન કેનાલ એક મહત્વની કેનાલ છે. ગુજરાતની તરસ છીપાવતી મહત્વની નર્મદા કેનાલ છે. ત્યારે આ કેનાલની સફાઈ કરાવવી જોઈએ 

આ સમાચાર શેર કરો