હૃદયદ્રાવક ઘટના/ Kutch ના ભચાઉમાં તળાવમાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના મોત

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના વાઢિયા ગામે આજે એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં તળાવમાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત થયા છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
નહાવા પડ્યા અને કાળનો ભોગ બન્યા
મળતી માહિતી મુજબ, આ બંને બાળકો વાઢિયા ગામ નજીક આવેલા એક તળાવમાં નહાવા માટે ગયા હતા. જોકે, અકસ્માતે ઊંડા પાણીમાં ગરકાવ થતા બંને બાળકો તળાવના પાણીમાં ડૂબી ગયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ભચાઉ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા
ભચાઉ ફાયર વિભાગે ભારે જહેમત બાદ તળાવમાંથી બંને બાળકોના મૃતદેહો (ડેડબોડી) બહાર કાઢ્યા હતા. બંને મૃતદેહોને જરૂરી કાર્યવાહી અને પીએમ (પોસ્ટમોર્ટમ) રિપોર્ટ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે, પરંતુ બે બાળકોના એકસાથે થયેલા મોતથી પરિવાર અને ગ્રામજનોમાં ગમગીની છવાઈ ગઈ છે.

