મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરામાં તહેવારોની સુરક્ષાને લઈને પોલીસ કમિશનરના આદેશથી બોમ્બ સ્ક્વોડ, ડ્રોન અને QRT દ્વારા શહેરભરમાં સઘન ચેકિંગ હાથ ધરાયું.

સોર્સ: gstv

વડોદરામાં તહેવારો દરમિયાન નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શહેર પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના આદેશથી બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) કામે લગાડવામાં આવી છે. આધુનિક ડ્રોન કેમેરાની મદદથી હરણી એરપોર્ટના ફનલ એરિયા સહિતના વિસ્તારો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. જાહેર માર્ગો પરના વાહનો, બાંધકામ સાઇટો, હાઇવેના ગરનાળાં અને મુખ્ય ચોકડીઓ પર સઘન ચેકિંગ કરીને સંવેદનશીલ સ્થળોએ પોલીસ બંદોબસ્ત કડક કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો