મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જામજોધપુરમાં 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપી પકડાયો, પોક્સો સહિતની કલમો હેઠળ નોંધાયો ગુનો

જામજોધપુરમાં 13 વર્ષની સગીરા પર દુષ્કર્મનો આરોપ, વાડી માલિકનો પુત્ર ઝડપાયો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક વાડીમાં મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા શ્રમિક પરિવારની સગીરા સાથે વાડી માલિકના પુત્રએ દુષ્કર્મ આચર્યાની ચોંકાવનારી ઘટના સામે આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ બનાવ અંગે સગીરાની માતાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતાં જામજોધપુર પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જામજોધપુર તાલુકાના એક ગામમાં વાડીમાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની સગીરા સાથે વાડી માલિકના પુત્ર નિલેશ ભીખુભાઇએ દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સગીરાની માતાએ આ અંગે પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ આગળ ધપાવી ગણતરીના કલાકોમાં જ આરોપી વાડી માલિકના પુત્રને ઝડપી પાડ્યો છે.

પોલીસે ધરપકડ કરાયેલા આરોપી સામે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીને વધુ પૂછપરછ અને તપાસના હેતુથી રિમાન્ડની માગણી સાથે આજરોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. જ્યારે ભોગ બનનાર 13 વર્ષની સગીરાને તબીબી ચકાસણી માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો