મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરામાં ભાજપની 'લોકતંત્ર બચાવો' પદયાત્રા પહેલાં દાંડિયાબજાર સહિતના વિસ્તારોમાં કોંગ્રેસ વિરુદ્ધ બેનરો લાગતા રાજકીય માહોલ ગરમાયો

સોર્સ: gstv

વડોદરામાં ભાજપની પદયાત્રા પહેલાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. શહેર ભાજપ દ્વારા પદયાત્રાના સમર્થન અને કોંગ્રેસના વિરોધમાં વિવિધ વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવ્યા છે. શહેરના વ્યસ્ત ગણાતા દાંડિયાબજાર ચાર રસ્તા પાસે પણ કોંગ્રેસ વિરુદ્ધ આક્ષેપો કરતા બેનરો જોવા મળ્યા હતા. એક તરફ ભાજપ નવલખી મેદાનથી પદયાત્રા કાઢવાની તૈયારીઓમાં વ્યસ્ત છે, તો બીજી તરફ ઠેર-ઠેર લાગેલા આ બેનરોને કારણે વડોદરાના રાજકારણમાં પોસ્ટર વોર છેડાયું હોય તેવો માહોલ સર્જાયો છે.

આ સમાચાર શેર કરો