VIDEO BREAKING: મુંદ્રા પોર્ટ પર પાકિસ્તાનથી આવેલા જહાજની તપાસ શરૂ, શંકાસ્પદ સામગ્રી હોવાની ATSને આશંકા
સોર્સ : gstv,ai
કચ્છના મુંદ્રા પોર્ટ પર પાકિસ્તાનથી આવેલા જહાજની તપાસ શરૂ કરાઈ છે. બાતમીના આધારે એટીએસની ટીમ તપાસની કામગીરીમાં લાગી છે. એટીએસને આ જહાજમાં કોઈ શંકાસ્પદ સામગ્રી હોવાની આશંકા છે. મોટી વાત એ છે કે આ તપાસમાં કસ્ટમ વિભાગને સામેલ કરાયો નથી. આ જહાજ મુન્દ્રાથી મુંબઈના નવાશેવ બંદર જવાનું હતું. તે પહેલા આ કાર્યવાહીથી ચર્ચાનો માહોલ ગરમ છે. સુરક્ષા એજન્સીઓ ગુપ્ત માહિતીના આધારે એક્શન મોડમાં છે અને તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે ખુલાસો થશે.

