Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : A student and a young man were fatally attacked with a knife outside the gate of Sanskar College in Bhuj, Ahmedabad, Kutch district

Bhuj news : કચ્છ જિલ્લામાં અમદાવાદ વાળી, ભૂજમાં સંસ્કાર કૉલેજ ગેટ બહાર વિદ્યાર્થિની અને યુવક પર છરીથી જીવલેણ હુમલો

Timeછેલ્લું અપડેટ : 28 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Bhuj news : કચ્છ જિલ્લામાં અમદાવાદ વાળી, ભૂજમાં સંસ્કાર કૉલેજ ગેટ બહાર વિદ્યાર્થિની અને યુવક પર છરીથી જીવલેણ હુમલો
સોર્સ : GSTV

Bhuj news : ભુજમાં આવેલી સંસ્કાર સ્કૂલ એન્ડ કૉલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિની અને 22 વર્ષીય યુવક પર છરી વડે હુમલો થયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હુમલાની ઘટના કોલેજ સંકુલ બહાર ગેટ પાસે બની હતી. ઈજાગ્રસ્ત યુવક-યુવતીને જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. 

App Store

કૉલેજના સંચાલકે શું કહ્યું?
ભુજની સંસ્કાર સ્કૂલ એન્ડ કૉલેજના ગેટ બહાર આજે ગુરુવારે (28 ઓગસ્ટ) વિદ્યાર્થિની અને એક યુવક પર છરી વડે હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે કોલેજના સંચાલકે જણાવ્યું હતું કે, 'કૉલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની આજે સાંજે શિક્ષણકાર્ય પૂરું થતાં કોલેજમાંથી નીકળીને હોસ્ટેલ તરફ જઈ રહી હતી. જ્યાં કૉલેજના ગેટ પાસે વિદ્યાર્થિની પહોંચી ત્યારે અંજાર બાજુના રહેવાસી બે યુવકો ત્યાં આવ્યા હતા.'

કૉલેજના સંચાલકે વધુમાં જણાવ્યું કે, 'આ બંને યુવકો વિદ્યાર્થિનીને મળવા આવ્યા હતા અને ત્રણેય અંદરોઅંદર વાતચીત કરતાં હતા, તેવામાં એક યુવકે વિદ્યાર્થિની અને સાથે રહેલા અન્ય એક યુવક પર છરી વડે હુમલો કરીને ફરાર થઈ ગયો હતો.'
 
 સમગ્ર ઘટના પગલે વિદ્યાર્થિનીના ગળાના ભાગે ઈજા પહોંચી હતી. જ્યારે જયેશ જયંતીજી ઠાકોર નામના યુવકને પેટ સહિતના ભાગે ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળેથી મળી આવેલા ઈજાગ્રસ્ત યુવકના બાઈક પાછળ પોલીસના કલરકોડવાળા રેડિયમ ઈન્ડિકેટરમાં ઠાકોર લખેલું હોવાનું જણાય છે.