મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

9 લોકોની એક સાથે હત્યા કરનાર રાપરના સામુહિક હત્યાકાંડનો આરોપી 23 વર્ષ બાદ ઝડપાયો

કચ્છ જિલ્લાના રાપર તાલુકાની સુરબા વાંઢમાં એકસાથે નવ લોકોની હત્યાના સામૂહિક હત્યાકાંડના કેસમાં 23

9 લોકોની એક સાથે હત્યા કરનાર રાપરના સામુહિક હત્યાકાંડનો આરોપી 23 વર્ષ બાદ ઝડપાયો

કચ્છ જિલ્લાના રાપર તાલુકાની સુરબા વાંઢમાં એકસાથે નવ લોકોની હત્યાના સામૂહિક હત્યાકાંડના કેસમાં 23 વર્ષથી નાસતાં ફરતાં રહેલાં એક આરોપીને પૂર્વ કચ્છ LCBની ટીમે મધરાત્રે ઊંઘતો ઝડપી પાડયો છે. 

LCBના હેડ કોન્સ્ટેબલે ક્યારેક ભેંસના વેપારી બનીને તો ક્યારે ડુંગળી બટાકા વેચવાના બહાને લાકડા વાંઢમાં રહેતા ફરાર આરોપી અરજણ કોલીની ઓળખ સહિતની બાબતોની ખરાઈ કરી લીધી હતી.

ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ડુંગળી અને ભેંસ વેચનારા બન્યાં 

સામૂહિક હત્યાકાંડનો 50 વર્ષીય આરોપી અરજણ રૂપા કોલી ગુનો બન્યો ત્યારથી સતત નાસતો ફરતો હતો. ભૂતકાળમાં ઘણીવાર તે પોલીસને ચકમો આપીને નાસી ગયો હતો.  

લોકલ ક્રાઈમ બ્રાન્ચના ખીમજીભાઈએ તેમના બાતમીદાર સાથે છકડામાં ડુંગળી બટાકા ભરીને વેચવાના બહાને રેકી કરીને ખરાઈ કરી લીધી હતી.  એકવાર ભેંસની લે-વેચ કરવાના બહાને રેકી કરી હતી.

ગત મધરાત્રે ત્રણેક વાગ્યાની આસપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જડબેસલાક પ્લાનીંગ કરીને એક બાજુનો રસ્તો બ્લોક કરી રણ તરફના ખેતરના માર્ગેથી અરજણના ઘરે રેઈડ કરીને તેને ઊંઘતો ઝડપી લીધો હતો. આરોપી રાપર પોલીસ મથકને સુપ્રત કરી દેવાયો છે.

વર્ષ 2001માં થયો હતો હત્યાકાંડ 

13-06-2001ની સવારે સાત વાગ્યે 40થી વધુ લોકોના ટોળાએ ધારિયા, કુહાડી, ભાલા, છરા, બંદૂકો વગેરે હથિયારોથી સુરબા વાંઢની સીમમાં હિંસક હુમલો કરી 9 લોકોને રહેંસી નાખ્યાં હતાં. ફરિયાદી લખમણભા ગઢવીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના દાદા ધનાભાએ આરોપીઓને 40 વર્ષના ભાડાપટ્ટે 244 એકર જમીન આપી હતી.  આ જમીનની મુદ્દત 2001માં પૂરી થતી હતી, જેથી તેમણે જમીન પરત માંગી હતી. 

આ બાબતની દાઝ રાખીને  40 જેટલાં સ્ત્રી-પુરુષોના ટોળાએ હુમલો કરી ગઢવી પરિવારના પાંચ સગાં ભાઈઓ, તેમના બે ભત્રીજા અને ભાણેજ સહિત 9 જણને રહેંસી નાખીને સામૂહિક હત્યાકાંડ સર્જ્યો હતો.

આ સમાચાર શેર કરો