Kutch news: AAPના હોદ્દેદારો આવ્યા વિવાદમાં, હરિયાણાની બોક્સર ગેંગના શાર્પ શૂટરો સાથે ફોટો થયા વાયરલ
કચ્છ જિલ્લાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો

કચ્છ જિલ્લાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો વિવાદમાં ફસાયા છે, હરિયાણાની રોહિત ગોદારા-નવીન બોક્સર ગેંગના શાર્પ શૂટરો સાથેના તેમના ફોટો અને વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિવાદ વધુ વકર્યો છે. મળતા અહેવાલ પ્રમાણે 14 ડિસેમ્બરના ભચાઉના કટારીયા ગામે ગુજરાત આમ આદમી પાર્ટી હોદ્દેદારોની હાજરીમાં યોજાયેલા એક જાહેર સભાના મંચ પર શાર્પ શૂટર દેખાયા હતા. હરિયાણાની કુખ્યાત ગેંગના શાર્પ શૂટર સ્ટેજ પર ખુલ્લેઆમ ટહેલતા પણ જોવા મળ્યા હતા.
કુખ્યાત આરોપીને કેક ખવડાવવાના ફોટો પણ વાયરલ
પૂર્વ કચ્છ જિલ્લાની આમ આદમી પાર્ટીના પ્રમુખ કાયનાત અંસારી દ્વારા એક કુખ્યાત આરોપીને કેક ખવડાવવાના ફોટો પણ વાયરલ થયા હતા. આ બાબતોને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. કચ્છ આપ પાર્ટી પ્રમુખની ચેમ્બરમાં બંધ દરવાજે કરવામાં આવ્યું હતું.
પૂર્વ કચ્છ પોલીસે 21 તારીખે બે આરોપીઓને ધરપકડ કરી
ગુજરાત એટીએસ અને પૂર્વ કચ્છ પોલીસે 21 તારીખે બે આરોપીઓને ધરપકડ કરી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી જેની ઓળખ વિકાસ ઊર્ફે ગોલુ જસબીરસિંઘ શેરોન અને ડિંકેશ ઊર્ફે કાલી પરમાનંદ તરીકે થઈ છે. સમગ્ર મામલો આપ પાર્ટીના સભ્યો મૌન છે.
કુખ્યાત શૂટરોને જાણો કોને આશરે આપ્યો
ગુજરાત ATSએ હરિયાણાના નવીન બોક્સર ગેંગના શૂટરની ધરપકડ કરી છે. આરોપી વિકાસ શ્યોરાણ અને તેને આશ્રય આપનાર દિન્કેશ ગર્ગની કચ્છના રાપર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર વિકાસે અગાઉ હરિયાણાના ભીવાની શહેરના કોર્ટ પરિસરમાં લવજીત નામના શખ્સની ગોળી મારીને હત્યા કરી હતી. રાપરમાં રહેતા દિન્કેશે રોહિત ગોદારાની સૂચનાથી વિકાસને આશ્રય આપ્યો હતો. ત્યારે આ મામલે ગુજરાત ATS અને કચ્છ SOGએ સયુંકત કામગીરી કરીને બંને આરોપીને ઝડપી પૂછપરછ શરુ કરી હતી.






