VIDEO: કચ્છમાં 4 વાહનો વચ્ચે ભયાનક અકસ્માત થતા 2 વાહનો સળગી ઉઠ્યા, દુર્ઘટનામાં 2 લોકોના મોત
ગુજરાતના કચ્છમાં ભયાવહ અકસ્માત સર્જાયો હતો. મળતા અહેવાલ પ્રમાણે કચ્છન

ગુજરાતના કચ્છમાં ભયાવહ અકસ્માત સર્જાયો હતો. મળતા અહેવાલ પ્રમાણે કચ્છના ભચાઉમાં ચાર વાહનો વચ્ચે અકસ્માત બાદ આગ લાગતા બે લોકોના મોત થયા છે. કેસરીગઢ રિસોર્ટ પાસે આવેલ નેશનલ હાઈવે બે ટ્રેલર, કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
4 વાહનો વચ્ચે ભયાનક ટક્કર
ધડાકાભેર વાહન અથડાતા ટેમ્પો અને કાર ભડભડ સળગી ઉઠી હતી.અને બે લોકોના મોત થયા હતા..વાહનોમાં આગની જાણ થતા ફાયર ફાઈટરની ટીમ દોડી આવી હતી..તેમજ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.
અકસ્માતમાં બેના મોત
પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતની દુર્ઘટનાઓ સતત આવી રહી છે.






