હરિયાણાના કુખ્યાત શૂટરને Gujarat ATSએ કચ્છથી દબોચ્યો, આરોપીને આશ્રય આપનાર શખ્સની પણ ધરપકડ
ગુજરાત ATSએ હરિયાણાના નવીન બોક્સર ગેંગના શૂટરની ધરપકડ કરી છે. આરોપી વિકાસ શ્યોરાણ અને તેને આશ્ર

ગુજરાત ATSએ હરિયાણાના નવીન બોક્સર ગેંગના શૂટરની ધરપકડ કરી છે. આરોપી વિકાસ શ્યોરાણ અને તેને આશ્રય આપનાર દિન્કેશ ગર્ગની કચ્છના રાપર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર વિકાસે અગાઉ હરિયાણાના ભીવાની શહેરના કોર્ટ પરિસરમાં લવજીત નામના શખ્સની ગોળી મારીને હત્યા કરી હતી. બે ગેંગ વચ્ચેની અદાવતમાં વિકાસે રોહિત ગોદારા-નવીન બોક્સર ગેંગ માટે હત્યા કરી ફરાર થઈ ગયો હતો. જે બાદ રાપરમાં રહેતા દિન્કેશે રોહિત ગોદારાની સૂચનાથી વિકાસને આશ્રય આપ્યો હતો. ત્યારે આ મામલે ગુજરાત ATS અને કચ્છ SOGએ સયુંકત કામગીરી કરીને બંને આરોપીને ઝડપી પૂછપરછ શરુ કરી હતી.




