કપરાડાનો કુંભ ઘાટ આક્રંદની ચીચીયારીઓથી દ્રવી ઉઠ્યો, લક્ઝરી બસ પલટતા 14ને ઇજા
હાલ દિવાળીના વેકેશનના પૂર્ણ થવાના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો

હાલ દિવાળીના વેકેશનના પૂર્ણ થવાના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો ફરવા માટે પ્રખ્યાત સ્થળોએ જઈ રહ્યા છે. ત્યારે વલસાડના કપરાડામાં આવેલા કુંભ ઘાટ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પ્રવાસીઓથી ભરેલી લક્ઝરી બસ પલટી મારી ગઈ હતી.જેથી પ્રવાસીઓની ચીચીયારીઓ સંભળાવા લાગી હતી.
વળાંકમાં બસ પલટી
વલસાડના પ્રવાસીઓ મહારાષ્ટ્રના નાસિક તરફ જઈ રહ્યા હતા. ત્યારે કપરાડાના કુંભ ઘાટ નજીક ઢોળાવ વાળા રસ્તા પર અકસ્માત સર્જાયો હતો. બસ ડ્રાઇવરને ઝોકુ આવી ગયું હોય તે રીતે બસ ઢોળાવ વાળા વળાંકમાં પલટી મારી ગઈ હતી. જેથી બસમાં સવાર મુસાફરો પૈકી 14ને ઇજાઓ પહોંચી હતી.
બે મુસાફર ગંભીર
બસ માતને જાણ થતા જ 108 ટીમ સહિત સ્થાનિકો દ્વારા ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢીને કપરાડા, ધરમપુર અને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 14 પૈકી બે મુસાફરોને વધુ ઇજા પહોંચી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.








