રાજપૂતોના અલ્ટિમેટમથી પણ કેમ ના ડર્યું ભાજપ, ગુજરાતમાં ક્ષત્રિયોની કેવી છે તાકાત; સમજો સમીકરણ
લોકસભા ચૂંટણી 2024માં ગુજરાતમાં રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી વિરૂદ્ધ રાજપૂતોન

લોકસભા ચૂંટણી 2024માં ગુજરાતમાં રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી વિરૂદ્ધ રાજપૂતોનું અલ્ટિમેટમ પૂર્ણ થઇ રહ્યું છે. ભાજપ તેમ છતા રૂપાલાને રાજકોટથી જ ચૂંટણી લડાવવા માંગે છે. રાજપૂતોનું કહેવું છે કે જો રૂપાલાની ટિકિટ કાપવામાં ના આવી તો તે લોકસભા ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરશે. ગુજરાત સિવાય ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન જેવા રાજ્યમાં પણ રાજપૂતોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. અમિત શાહે ગુરૂવારે રૂપાલાનું સમર્થન કર્યું હતું અને કહ્યું કે તેમણે પુરા મનથી માફી માંગી લીધી છે.
અમિત શાહે રૂપાલાના વિવાદ પર શું કહ્યું?
GSTVના રિપોર્ટરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રૂપાલા વિવાદ મામલે પ્રશ્ન પૂછ્યો હતો કે રાજકોટમાં રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે, તેમણે જવાબમાં કહ્યું કે “મને લાગે છે તમારી ચેનલ સિવાય કોઈને આંખમાં વિરોધ નથી”.
અમિત શાહે કહ્યું, ‘મને પાક્કો વિશ્વાસ છે કે અમે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર જીત મેળવીશું. આટલું જ નહીં પહેલા કરતા વધુ અંતરથી જીત મળશે.
રૂપાલાએ શું કહ્યું હતું?
રાજકોટમાં જ દલિત સમાજના એક નાના આયોજનમાં રૂપાલાએ કહ્યું હતું, ‘કેટલાક અન્ય લોકો પણ હતા જેમણે અમારે ત્યાં શાસન કર્યું. આવું જ અંગ્રેજોએ કર્યું અને તેમણે અમારા શોષણમાં કોઇ કસર છોડી નથી. અહીં સુધી કે ત્યારના રાજા અને શાહી ખાનદાનના લોકો અંગ્રેજો આગળ ઝુકી ગયા હતા, તેમની સાથે પારિવારિક સંબંધો હતા, તેમને રોટી અને બેટીનો સંબંધ રાખ્યો.’
પાટીદાર સમાજમાંથી આવતા રૂપાલાના આ નિવેદનને ક્ષત્રિયોએ આંદોલન શરૂ કર્યું હતું અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી. રૂપાલાના વિવિધ જગ્યાએ વિરોધ છતા પણ ભાજપ પર તેની કોઇ અસર જોવા મળી નહતી.
ગુજરાતના રાજકારણમાં પટેલોની મજબૂત પકડ
ગુજરાતના રાજકારણમાં પટેલોની મજબૂત પકડ છે. લેઉવા અને કડવા પટેલોની વસ્તી મુખ્ય રીતે સૌરાષ્ટ્રમાં વધારે જોવા મળે છે. પટેલ લોબીની તાકાત એટલી છે કે ગુજરાતમાં વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ સમાજમાંથી જ આવે છે, તેમના પહેલા 5 મુખ્યમંત્રી પણ પટેલ રહી ચુક્યા છે.
રૂપાલાએ બે વખત માંગી માફી
પટેલોની ગુજરાતમાં વસ્તી 12થી 15 ટકા જેટલી છે. આ મત એકજુટ થઇને પડતા રહ્યાં છે. એવામાં ભાજપ તેને વધુ મહત્ત્વના ગણે છે. રાજપૂતોની ગુજરાતમાં વસ્તી 4થી 5 ટકા જેટલી છે. ભાજપ નેતૃત્વનું માનવું છે કે રૂપાલાએ આ મામલે બે વખત માફી માંગી લીધી છે, એવામાં ક્ષત્રિય સમાજે હવે આ મુદ્દાને ખતમ કરી દેવો જોઇએ. ગુજરાતના કેટલાક શહેરોમાં રૂપાલા વિરૂદ્ધ પોસ્ટર લગાવવામાં આવી રહ્યાં છે અને રાજપૂત સંગઠનોનું કહેવું છે કે અમે ભાજપને હરાવવા માટે દરેક જગ્યાએ ઉમેદવાર ઉભા કરીશું.
રાજ્યનું સમીકરણ
ભાજપને ક્ષત્રિયોનો વધુ ડર નથી. રાજ્યમાં ક્ષત્રિયોની વસ્તી 15 ટકાની નજીક છે પરંતુ તેમનો મોટો ભાગ ઓબીસીમાં જાય છે. આ દેશના બીજા રાજ્યથી અલગ સ્થિતિ છે. જ્યા રાજપૂતો જનરલમાં આવે છે. એવામાં ગુજરાતમાં જનરલમાં આવતા રાજપૂતોની સંખ્યા 4થી 5 ટકા જ છે. આ રીતે રાજપૂતોમાં જ ભાગલા પડેલા છે. કોળી અને બીજા ઓબીસી ક્ષત્રિયોને સાથે લાવવા રાજપૂત નેતાઓ માટે મુશ્કેલ હશે. આ કારણે ભાજપ રાજપૂતોના ગુસ્સાના બદલે પટેલ સમાજના નેતા પરશોત્તમ રૂપાલાને હટાવવા માંગતી નથી.








