મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ક્ષત્રિય વિવાદ ભાજપ માટે મોટો પડકાર, રાજ્યભરમાં પક્ષના કાર્યકરોને કરવો પડી રહ્યો છે રોષનો સામનો

રૂપાલા વિવાદ બાદ ભાજપની મુશ્કેલી વધતી જઈ રહી છે. ક્યાંક કાર્યકરો અને ઉમેદવારોને પ્રચાર કરતાં રોકવામાં આવી ર

ક્ષત્રિય વિવાદ ભાજપ માટે મોટો પડકાર, રાજ્યભરમાં પક્ષના કાર્યકરોને કરવો પડી રહ્યો છે રોષનો સામનો

રૂપાલા વિવાદ બાદ ભાજપની મુશ્કેલી વધતી જઈ રહી છે. ક્યાંક કાર્યકરો અને ઉમેદવારોને પ્રચાર કરતાં રોકવામાં આવી રહ્યા છે તો ક્યાંક રુટ બદલવા ફરજ પાડવામાં આવી રહી છે. ક્ષત્રિયોના દેખાવોને પગલે ભાજપ સામે ફક્ત રાજકોટમાં જ નહીં, પરંતુ ગુજરાતના અનેક ભાગોમાં પડકારો ઊભા થઇ રહ્યાં છે. 

આણંદ જિલ્લાના ઉમરેઠના ઢાગપાલ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા ભાજપના કાર્યકરોને ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડયો હતો. મોટી સંખ્યામાં ક્ષત્રિયોએ એકઠા થઇ ભાજપ અને રૂપાલા વિરૂદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ક્ષત્રિયોનો રોષ જોઈને ભાજપના કાર્યકરોએ ચૂંટણી પ્રચાર પડતો મુકી વીલા મોઢે પરત ફરવાની ફરજ પડી હતી.

ભાજપના અગ્રણીના ગામમાં ભાજપને સભા કરવામાં અડચણ ઉભી થતાં સંગઠન પણ ચિંતામાં મૂકાયાનું જાણવા મળ્યું છે. જ્યારે દેધરોટા ગામમાં ઉમેદવાર પ્રચાર માટે પહોંચ્યા ત્યારે પણ ક્ષત્રિય સમાજના યુવાનોએ ઉગ્ર વિરોધ કરતાં પોલીસ દોડી આવી હતી અને મામલો વધુ બિચકે તે અગાઉ પોલીસે દરમ્યાનગીરી કર્યા પછી ઉમેદવારને રુટ બદલવાની ફરજ પડ્યાનું બહાર આવ્યું છે.

સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા ભાજપના આગેવાનો અને સમર્થકો સાથે ચૂંટણી પ્રચાર માટે હિંમતનગર તાલુકાના હાપા ગામે પહોંચ્યા હતા. જ્યાં ક્ષત્રિય સમાજના યુવાનોએ ચૂંટણી સભા ન યોજવા દેવાની ચીમકી આપી હતી અને સભા થવા દીધી ન હતી. 

ભાજપના અગ્રણીના ગામમાં ભાજપને સભા કરવામાં અડચણ ઉભી થતાં સંગઠન પણ ચિંતામાં મૂકાયાનું જાણવા મળ્યું છે. જ્યારે દેધરોટા ગામમાં ઉમેદવાર પ્રચાર માટે પહોંચ્યા ત્યારે પણ ક્ષત્રિય સમાજના યુવાનોએ ઉગ્ર વિરોધ કરતાં પોલીસ દોડી આવી હતી અને મામલો વધુ બિચકે તે અગાઉ પોલીસે દરમ્યાનગીરી કર્યા પછી ઉમેદવારને રુટ બદલવાની ફરજ પડ્યાનું બહાર આવ્યું છે.

આ સમાચાર શેર કરો