મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બિહારના મર્ડર કેસમાં શાર્પશુટર સાથે મળી હત્યા કરનાર સુધાંશુ સુરતથી ઝડપાયો

સુરતમાં પરપ્રાંતિયો મોટી સંખ્યામાં રહે છે. ત્યારે વતનમા ગુનાને અંજામ આપીને ઘણા આરોપીઓ

બિહારના મર્ડર કેસમાં શાર્પશુટર સાથે મળી હત્યા કરનાર સુધાંશુ સુરતથી ઝડપાયો

સુરતમાં પરપ્રાંતિયો મોટી સંખ્યામાં રહે છે. ત્યારે વતનમા ગુનાને અંજામ આપીને ઘણા આરોપીઓ સુરતમાં વસવાટ કરતાં હોય છે. આવી જ એક કિસ્સામાં બિહારના મુજફ્ફરપુરના ચકચારી હિમાંશુ મર્ડર કેસનો આરોપી સુરતમાંથી ઝડપાયો છે. આરોપી છેલ્લા દોઢ માસથી નાસ્તો ફરતો હતો. દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીને હજીરા રોડ ઉપરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જૂની અદાવતમાં હત્યા

હજીરા રોડ પરથી મૂળ બિહાર મુજફફરપુર જિલ્લાના સાહેબગંજ થાનાના વતની આરોપી 24 વર્ષીય સુધાંશુ ભગવાનસિંહ ભૂમિહારને ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યાં મુજબ બિહારના મુજફફરપુર જિલ્લાના સાહેબગંજ થાનાના વતની મૃતક હિમાંશુકુમાર સુધીરકુમાર ઠાકુર કે જે વર્ષ 2013ના વર્ષથી હત્યાના ગુનામાં જેલમાં હતો અને જેલમાંથી બહાર આવતા અરુણાચલ પ્રદેશ ખાતે સેટ થઇ ગયો હતો. પરંતુ ગત તા. 5 મે 2024ના રોજ પોતાના ગામમાં આવતા જૂની અદાવતના કારણે શાર્પશુટર નીરજકુમાર સહાની તથા સુધાંશુસિંહએ તેઓની ગેંગના સભ્યો સાથે મળી ગત 12 મે 2024ના રોજ ગોળીઓ મારી તેની હત્યા કરી નાંખી હતી જે બાબતે સાહેબગંજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેમાં હાલમાં આરોપી નીરજકુમાર સિંહ વીષુનદેવ સહાની પોલીસમાં પકડાઈ ગયો છે જેના ઉપર બિહાર પોલીસે 25 હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું.

લૂંટ ચલાવતા હતા

આરોપી સુધાંશુસિંહ ભગવાનસિંહ પોતાની ગેંગના સભ્યો સાથે મળી અગાઉ વર્ષ 2018માં તથા વર્ષ 2022ના વર્ષમાં લોડેડ પિસ્ટલ તથા ઘાતક હથિયારો સાથે મોટી ધાડ પાડવા માટે જતા પહેલાં સાહેબગંજ પોલીસ સ્ટેશનમાં તેમજ સીમરી પોલીસ સ્ટેશનમાં પકડાઈ ગયેલા છે. તેમજ વર્ષ 2022ના વર્ષમાં એક ફ્લીપકાર્ટના ડીલિવરી બોયને લૂંટી લીધો હતો. તે સિવાય એક રાહદારીને પિસ્ટલ બતાવી રોકડા રૂપિયા તેમજ મોબાઈલની લૂંટ ચલાવી હતી. આરોપીઓ ઘાતક હથિયારો રાખી લૂંટ/ધાડ પાડવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે. હાલમાં આ ગેંગના સભ્યોએ હિમાંશુ કુમાર સુધીરકુમારને ગોળીઓ મારી હત્યા કરી હતી. જે ગુનામાં હાલમાં પકડાયેલો આરોપી પોતાની ધરપકડ પકડ ટાળવા નાસ્તો ફરતો હતો. જો કે આખરે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે તેને ઝડપી પાડી તેનો કબજો બિહાર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો