મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં નશામાં  કાર ચલાવી વેપારીનો જીવ લેનારો નબીરો ધરાવે છે ગુનાહિત ઈતિહાસ, ખાઈ ચૂક્યો છે જેલની હવા

સુરતના ઉધના દરવાજા ઓવર બ્રીજ પર રવિવારે (20મી ઓક્ટોબર) સવારે ગંભીર અકસ્માત સર્જોય હતો. જેમાં દારૂના નશામાં પૂરપાટ ઝડ

સુરતમાં નશામાં  કાર ચલાવી વેપારીનો જીવ લેનારો નબીરો ધરાવે છે ગુનાહિત ઈતિહાસ, ખાઈ ચૂક્યો છે જેલની હવા

સુરતના ઉધના દરવાજા ઓવર બ્રીજ પર રવિવારે (20મી ઓક્ટોબર) સવારે ગંભીર અકસ્માત સર્જોય હતો. જેમાં દારૂના નશામાં પૂરપાટ ઝડપે હંકારતા બિલ્ડરના પુત્ર એવા કાર ચલાકે બાઈકને અડફટે લેતા બાઇક ચાલક કાપડ વેપારીનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ. દારૂના નશામાં ઘૂત બિલ્ડર પુત્રની પોલીસે ધરપકડ કરી હતી. આ બિલ્ડર પુત્ર નબીરો અગાઉ પણ જેલની હવા ખાઇ ચૂક્યો છે. 

માતા-પિતાને લેવા જનારનું મોત

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત અનુસાર સિટીલાઇટ વિસ્તારમાં આવેલા સાકાર એપાર્ટમેન્ટમાં રહેતા 45 વર્ષના સંજયકુમાર ધૂતના માતા-પિતા રાજસ્થાનના જોધપુરથી રવિવારે સુરત આવવાના હતા. જેથી વહેલી સવારે સંજયકુમાર બાઇક લઇને તેમને લેવા માટે સુરત રેલવે સ્ટેશન જવા નીકળ્યા હતા. આ દરમિયાન ઉધના દરવાજા ચાર રસ્તા નજીક ટ્રાફિક પોલીસ ચોકી પાસે ઓવરબ્રિજ પર પુરપાટ ઝડપે અને બેફામ રીકે કાર હંકારતા સ્કોડા કાર ચાલકે તેમની બાઈકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. 

ઘટના સ્થળે જ નીપજ્યું હતું મોત

જેમાં ગંભીર ઇજા થતા સંજયકુમારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતુ. અકસ્માતને પગલે અનેય વાહન ચાલકો એકત્ર થઇ ગયા હતા. બાદમાં કાર ચાલક એવા સ્વ. બિલ્ડરના પુત્ર દેવ કેતન ડેર દારૂ નશા હોવાથી મોઢામાંથી તિવ્ર દુર્ગંધ આવતી હતી. તેની કારમાં થમ્સઅપની બોટલ, ગ્લાસ અને સિગરેટનું પેકેટ મળી આવ્યું હતું. આ સાથે કારમાં ભાજપનો ખેસ પણ મળી આવ્યો હતો. 

નબીરો જેલની હવા ખાઇ ચૂક્યો છે

બાઇક સવાર વેપારીને અડફેટમાં લેનાર બિલ્ડરના નબીરા દેવ કેતન ડેર અગાઉ પણ જેલની હવા ખાઇ ચૂક્યો છે. ઓક્ટોબર 2022માં પીપલોદના સોમેશ્વર ચાર રસ્તા સ્થિત રાધે પેટ્રોલ પંપ ખાતે ડિઝલ ભરાવવાની લાઇનમાં વચ્ચે ઘૂસી ખુલ્લેઆમ દાદાગીરી કરી કારમાં ડિઝલ ભરાવ્યું હતું. જે અંતર્ગત પેટ્રોલ પંપના કર્મચારી સાથે માથાકૂટ થતા બે-ત્રણ તમાચા મારી દઇ ડિઝલ પંપની નોઝલ લઇ જમીન ઉપર છાંટી પેટ્રોલપંપ સળગાવવાનો પ્રયાસ કરી હોબાળો મચાવ્યો હતો. ઉપરાંત ગત ઓગસ્ટમાં પાલના લા વિક્ટોરીયા કોમ્પ્લેક્ષ નજીક નશામાં ધૂત હાલતમાં દેવે સ્કોડા કારને ટક્કર મારી હતી.

આ સમાચાર શેર કરો