સુરતમાં મનિષ કુકરી ગેંગનો આતંક, સામાન્ય અકસ્માતમાં જોબવર્કરનું અપહરણ કરી ખંડણી માગી
સુરતમાં ફરી મનિષ કુકરી ગેંગનો આતંક સામે આવ્યો છે. મોટા વરાછા-ગોપીન ગામ રોડ ઉપર બે કાર વચ્ચેના સામ

સુરતમાં ફરી મનિષ કુકરી ગેંગનો આતંક સામે આવ્યો છે. મોટા વરાછા-ગોપીન ગામ રોડ ઉપર બે કાર વચ્ચેના સામાન્ય અકસ્માતમાં સાડી જોબવર્કરને માર મારી તેની જ કારમાં અપહરણ કરી ખંડણી પેટે 2 લાખની માંગણી કરી 69 હજાર પડાવ્યા હતા. આ ઉપરાંત જોબવર્કરના ગાડી લે-વેચનો ધંધો કરનારનું પણ અપહરણ કરી માર મારવા ઉપરાંત પોલીસની બાઈકને ટક્કર મારી ભાગી જનાર માથાભારે કિરીટ માવાણી અને રામકુ વાળાની મનીષ કુકરી ગેંગ વિરૂધ્ધ ઉત્રાણ પોલીસમાં ફરિયાદ નોંધાય હતી. પોલીસે કુખ્યાત મનિષ કૂકરી ગેંગના કિરીટ માવાણીની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ નસવાડીના ગોયાવાંટના વિદ્યાર્થીઓ રામ ભરોસે, 6 વર્ગખંડના 170 વિદ્યાર્થીઓ માટે એક જ શિક્ષક
50 હજાર પડાવ્યા
સાડી જોબવર્કનું કામ કરતા પિયુષ દિનેશ માવાણી ત્રણ દિવસ પહેલા રાતે 9 વાગ્યે ગોપીન ગામ રોડ ઉપર પોતાની હેરીયર કાર લઈને પસાર થઈ રહ્યો હતો. રસ્તામાં નંબર વગરની સ્કોડા કારને અડી જતા સામાન્ય સ્કેચ પડતા સ્કોડામાંથી છ જણા ઉતરીને ઘસી આવી પિયુષ સાથે ગાળાગાળી કરી હતી. કાર ભુલથી અડી ગઈ છે એવું કહેવા છતા સ્કોડાના ચાલકે તું મને ઓળખે છે હું કોણ છું, મારૂ નામ કિરીટ માવાણી છે એમ કહી બેથી ત્રણ તમાચા મારી નુકશાનીનો ખર્ચ માંગ્યો હતો. પિયુષે તેના મિત્રને ફોન કરવા જતા તારે જેને ફોન કરવો હોય તેને કરીને કહી દે કહી કિરીટ માવાણી અને રામકુ વાળાના માણસો છે એમ કહી પિયુષનું તેની જ કારમાં અપહરણ કરી ચાલુ કારમાં માર મારી તારે ઘરે જવું હોય તો 2 લાખ રૂપિયા આપવા પડશે. જેથી પિયુષે તેના મિત્ર હસમુખ સુતરીયાને ફોન કરી 2 લાખની માંગણી કરી હતી. પરંતુ તેણે રૂ. 50 હજારની વ્યવસ્થા છે એવું કહેતા સીમાડા નાકા પાસે બોલાવી 50 હજાર પડાવી લીધા હતા.
માર મારતા ભાગી ગયા
હસમુખ અને ગાડી લે-વેચનો ધંધો કરતા આશિષ વિરાણીએ પિયુષને છોડી દેવાનું કહ્યું હતું. પરંતુ કિરીટે હવે બીજા રૂ. 50 હજાર આપવા પડશે એમ કહી પુનઃ પિયુષને કારમાં બેસાડીને લઈ ગયા લઈ ગયા હતા. જો કે હસમુખે બીજા રૂ. 19 હજારની વ્યવસ્થા છે એમ કહેતા પરત સીમાડા નાકા ઉપર આવી રૂ. 19 હજાર પડાવી લીધા હતા અને મને ફોનમાં કોણ કાર રીપેરીંગ કરાવવાનું કહેતું હતું એમ કહી આશિષ વિરાણીને માર માર્યો હતો. જો કે પિયુષ અને હસમુખ બચાવવા જતા તેમને પણ માર મારતા તેઓ ભાગી ગયા હતા.








