મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar/ ખેરવા ગામના ઉપસરપંચ સસ્પેન્ડ, ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ

સુરેન્દ્રનગર જિલ્લામાં ખેરવા ગામમાં ગેરકાયદેસર દબાણ મામલે મોટી કાર્યવાહી હાથ ધ

સુરેન્દ્રનગર જિલ્લામાં ખેરવા ગામમાં ગેરકાયદેસર દબાણ મામલે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખેરવા ગામના ઉપસરપંચ ઇનાયતખાન મલેકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા લેવામાં આવેલી આ કાર્યવાહી અનુસાર, ગામની જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે જે જમીન પરથી અગાઉ દબાણો દૂર કરવામાં આવ્યા હતા, તે જ જમીન પર ઉપસરપંચ દ્વારા ત્રણ વખત ફરી દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

આ મામલે અંતે ઉપસરપંચને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને જે જમીન પર ગેરકાયદેસર બાંધકામ અને દબાણ કરવામાં આવ્યા હતા, તે દૂર કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ

સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા સસ્પેન્ડ કરાયેલા ઉપસરપંચ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

હાલ તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની પ્રક્રિયા ચાલુ છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો