મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar/ શાળાના પ્રવાસની બસમાં બોમ્બ હોવાની આશંકા, 3 બસોનું સઘન ચેકિંગ શરૂ

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે સવારથી જ એક ભયના સમાચારને પગલે પોલીસ તં

Surendranagar/ શાળાના પ્રવાસની બસમાં બોમ્બ હોવાની આશંકા, 3 બસોનું સઘન ચેકિંગ શરૂ

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે સવારથી જ એક ભયના સમાચારને પગલે પોલીસ તંત્ર અને શિક્ષણ જગતમાં દોડધામ મચી ગઈ છે. શહેરની જાણીતી નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ ભરેલી બસમાં બોમ્બ હોવાની આશંકા સેવાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે ઉતારી દેવામાં આવ્યો છે.

ધમકીભર્યા ઈમેલ બાદ તંત્ર સતર્ક

પ્રાપ્ત વિગતો અનુસાર, શાળા સંચાલકોને બોમ્બ હોવા અંગેના ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. આ ધમકી બાદ શાળાના ટ્રસ્ટી વિભાગે તાત્કાલિક સતર્કતા દાખવી અને ટેલિફોનિક માધ્યમથી પોલીસને આ અંગે જાણ કરી હતી. વિદ્યાર્થીઓ પ્રવાસ પર જઈ રહ્યા હતા ત્યારે જ આ માહિતી મળતા તાત્કાલિક બસોને રોકી દેવાનો નિર્ણય લેવાયો હતો.

મોટી મજેઠી પાસે બસો ઉભી રાખી દેવાઈ

વિદ્યાર્થીઓ ભરેલી કુલ 3 બસોને સુરેન્દ્રનગર નજીક આવેલા મોટી મજેઠી પાસે 'રાધે હોટલ' પર તાત્કાલિક ઉભી રાખી દેવામાં આવી હતી. બસ સ્ટેન્ડ બાય થતા જ વિદ્યાર્થીઓને સાવચેતીપૂર્વક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવાયો હતો.

BDDS અને ડોગ સ્કોડ દ્વારા ચેકિંગ

ઘટનાની ગંભીરતાને જોતા સુરેન્દ્રનગર પોલીસ સાથે BDDS (બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ) અને ડોગ સ્કોડની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ત્રણેય બસોમાં કોઈ વિસ્ફોટક પદાર્થ છે કે નહીં તેની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે.

હાલમાં પોલીસ તપાસ ચાલુ છે અને પ્રવાસમાં જઈ રહેલા વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, પોલીસનું કહેવું છે કે આ એક સતર્કતાના ભાગરૂપે લેવાયેલું પગલું છે અને તપાસ બાદ જ સાચી વિગત સામે આવશે.

આ સમાચાર શેર કરો