ખેડા લોકસભા બેઠક: ૩૫ વર્ષ પછી બે ક્ષત્રિય ઉમેદવારો વચ્ચે સીધો જંગ
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ૧૭-ખેડા લોકસભા બેઠક માટે ૭ મે, ૨૦૨૪ના રો

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ૧૭-ખેડા લોકસભા બેઠક માટે ૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન થશે. અત્યાર સુધી ખેડા લોકસભામાં 12 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ખેડા લોકસભા બેઠક પર ૧૯૮૯ બાદ ૩૫ વર્ષે બે ક્ષત્રિય ઉમેદવારો વચ્ચે સીધો જંગ જામશે.
૩૫ વર્ષ બાદ ફરી એકવાર ફરી એકવાર ૨૦૨૪માં બે મુખ્ય પક્ષોના ક્ષત્રિય ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. ખેડા લોકસભા મતદારો કોના તરફે ઝુકાવ રાખે છે તે પરીણામ આવ્યા બાદ જ ખબર પડશે.
મુખ્ય ટક્કર દેવુસિંહ ચૌહાણ અને કાળુસિંહ ડાભી વચ્ચે
1. દેવુસિંહ જેસિંગભાઈ ચૌહાણ - ભાજપ
2. કાળુ સિંહ ડાભી - કોંગ્રેસ
3. અનિલ કુમાર ભાઈલાલભાઈ પટેલ - રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમિ પાર્ટી
4. ભાઈલાલભાઈ કાળુભાઈ પાંડવ - બહુજન સમાજ પાર્ટી
5. કમલેશભાઈ પોપટભાઈ પટેલ - ભારતીય જન પરિષદ
6. ઈન્દીરાદેવી હિરાલાલ વોરા - ગરીબ કલ્યાણ પાર્ટી
7. ઈમરાનભાઈ બિલાલભાઈ વાંકાવાલા - રાઈટ ટુ રિકોલ પાર્ટી
8. કાદરી મોહંમદ સાબીર અનવરહુસેન - ભારતીય જન નાયક પાર્ટી
9. દશરથભાઈ હરજીવનભાઈ કાંટીયા - ન્યુ ઇન્ડિયા યુનાઈટ પાર્ટી
10. ઉપેન્દ્રકુમાર વલ્લભભાઈ પટેલ - અપક્ષ
11. પરમાર હિતેશ કુમાર પરસોતમભાઈ - અપક્ષ
12. સોઢા સંજયકુમાર પર્વતસિંહ - અપક્ષ
ખેડા લોકસભામાં કેટલી વિધાનસભા?
દસક્રોઈ
ધોળકા
માતર
નડિયાદ
મહેમદાવાદ
મહુધા
કપડવંજ
ખેડા બેઠકનું જ્ઞાતિ ગણિત
- ક્ષત્રિય મતદાર 41%
- પાટીદાર મતદાર 16%
- મુસ્લિમ મતદાર 11.50%
- દલિત મતદાર 7.60%
- અન્ય પછાત વર્ગના મતદાર 14.20%
૧૯૩૫માં બે ક્ષત્રિયો ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. ત્યારબાદ આ બેઠક પર જોગાનુજોગ ક્યારેય બે ક્ષત્રિય ઉમેદવારો વચ્ચે જંગ થઈ નહોતી.
1951ની પ્રથમ ચૂંટણીમાં ખેડા ઉત્તર અને ખેડા દક્ષિણ એમ બે બેઠક હતી. પ્રથમ લોકસભા ચૂંટણીમાં ખેડા દક્ષિણ બેઠક પર સરદારના પુત્રી મણીબહેન પટેલ અને ઉત્તર બેઠક પર ડાભી ફુલસિંહજી ભારતસિંહજી ચૂંટાયાં હતાં.
1962 અને 1967 લોકસભાની ચૂંટણીમાં સ્વતંત્ર પક્ષે કબજો જમાવ્યો હતો
ચૂંટણી વિજેતા ઉમેદવારનું નામ પક્ષ
1951 ડાભી ફુલસિંહજી ભારતસિંહજી (ઉ.) કોંગ્રેસ
1951 પટેલ મણીબહેન વલ્લભભાઈ (દ.) કોંગ્રેસ
1957 ડાભી ઠાકોર ફતેસિંહજી રતનસિંહજી અપક્ષ
1962 સોલંકી પ્રવિણસિંહ નટવરસિંહ સ્વતંત્ર પક્ષ
1967 સોલંકી પી.એન. સ્વતંત્ર પક્ષ
1971 દેસાઇ ધર્મસિંહ દાદુભાઈ સંસ્થા કોંગ્રેસ
1977 દેસાઇ ધર્મસિંહ દાદુભાઈ કોંગ્રેસ
1980 ડાભી અજીતસિંહ ફુલસિંહ INC (I)
1984 ડાભી અજીતસિંહ ફુલસિંહ આઈએનસી
1989 ચૌહાણ પ્રભાતસિંહ હાથીસિંહ જનતાદળ
1991 જેસવાણી કે.ડી. ભાજપ
1996 દિનશા પટેલ કોંગ્રેસ
1998 દિનશા પટેલ કોંગ્રેસ
1999 દિનશા પટેલ કોંગ્રેસ
2004 દિનશા પટેલ કોંગ્રેસ
2009 દિનશા પટેલ કોંગ્રેસ
2014 દેવુસિંહ ચૌહાણ ભાજપ
2019 દેવુસિંહ ચૌહાણ ભાજપ
1951 અને 1957ની લોકસભા ચૂંટણીમાં ખેડા બેઠકનો મુંબઇ સ્ટેટમાં સમાવેશ થતો હતો. 1960માં ગુજરાતની સ્થાપના બાદ 1962માં યોજવામામાં આવેલી લોકસભા ચૂંટણીમાં ખેડા લોકસભા બેઠક પર સ્વતંત્ર પક્ષના ઉમેદવાર ચૂંટાયા હતાં.








