મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gir somnath: રૂપેણ નદીમાં ભારેપુર, ખત્રીવાડા ગામ બે ભાગમાં વહેંચાયુ 

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં સતત ભારે વરસાદના કારણે રૂપેણ નદીમાં પૂર આવ્યું હતું. જેને પગલે ખ

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં સતત ભારે વરસાદના કારણે રૂપેણ નદીમાં પૂર આવ્યું હતું. જેને પગલે ખત્રીવાડા ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. છેલ્લા કેટલાક કલાકોથી ધોધમાર વરસાદની સ્થાનિક લોકોના જનજીવન પર ગંભીર અસર પડી છે.

રૂપેણ નદીનો ભારે પ્રવાહ

રૂપેણ નદીના બેઠા પુલ પરથી પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો છે, જેનાથી લોકો માટે આ પુલ ઉપરથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે. નદીનું પાણી બે કાંઠે વહી રહ્યું છે, જેનાથી ગામનો એક ભાગ બીજાથી અલગ થઈ ગયો છે. આ પરિસ્થિતિને કારણે ખત્રીવાડા ગામના રહેવાસીઓને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમાચાર શેર કરો