મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયે 80,000થી વધુ વંચિત દીકરીઓનું જીવન બદલ્યું

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય આર્થિક રીતે વંચિત છોકરીઓને માત્ર શિક્ષણના મુખ્ય પ્રવાહમાં&n

ગુજરાતમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયે 80,000થી વધુ વંચિત દીકરીઓનું જીવન બદલ્યું

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય આર્થિક રીતે વંચિત છોકરીઓને માત્ર શિક્ષણના મુખ્ય પ્રવાહમાં  સમાવેશ કરતા  નથી, પરંતુ આત્મનિર્ભર અને સન્માનપૂર્ણ જીવનને પ્રોત્સાહન આપે છે.

ગુજરાત શિક્ષણ દ્વારા કન્યાઓને સશક્ત કરવાની રાષ્ટ્રીય પહેલમાં જોડાયું છે. ગુજરાતમાં 2004થી રાજ્યભરમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયોએ  (KGBV) 80,000થી  વધુ વંચિત દીકરીઓના જીવનમાં સફળતાપૂર્વક પરિવર્તન લાવી દીધું છે.

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની સ્થાપના અગાઉના સર્વ શિક્ષા અભિયાન (SSA) હેઠળ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત જાતિ, લઘુમતી અને ગરીબી રેખા નીચે (BPL) પરિવારો જેવા વંચિત જૂથોની કન્યાઓ માટે ઉચ્ચ પ્રાથમિક સ્તરે નિવાસી શાળા તરીકે મંજૂર કરવામાં આવ્યાં હતા. 

હાલમાં, ગુજરાતમાં 257 કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અસ્તિત્વમાં છે, જેમાં આર્થિક રીતે નબળા પરિવારની  લગભગ 30,000 છોકરીઓની નોંધણી થાય છે, જેમના માતા-પિતા તેમનું શિક્ષણ લઈ શકતા નથી. આ યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં લગભગ 50,000 છોકરીઓ પાસઆઉટ થઈ ગઈ છે.

સરકાર દર વર્ષે દરેક છોકરી પર અંદાજે 35,000 રૂપિયા ખર્ચે છે. આ પહેલથી આ વિદ્યાર્થીઓની શિક્ષણ અને આગળની તકો સુધી  પહોંચવામાં નોંધપાત્ર સુધારો થયો છે.

ગુજરાતના સમગ્ર શિક્ષા અભિયાનના સચિવ મહેશ મહેતાએ જણાવ્યું હતું, "ગુજરાત ભારત સરકાર દ્વારા વિતરિત કરાયેલા ભંડોળનો ઉપયોગ કરી રહ્યું છે. વધુમાં, અમે રાજ્ય અને સીએસઆર ફંડિંગ અને એનજીઓ પાસેથી ભંડોળ મેળવી રહ્યા છીએ. અમને IITs તરફથી પણ ટેકો મળી રહ્યો છે. અમારા KGBVને સ્માર્ટ ક્લાસરૂમ્સ, ટેક્નોલોજી સહાયિત શિક્ષણ, G-Shala અને ટેબલેટ, લેપટોપ વગેરેનો લાભ મળ્યો છે.”

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય દિકરીઓને વિનામૂલ્યે રહેવાની સુવિધાઓ, ખોરાક, પાઠ્યપુસ્તકો અને ગણવેશ પ્રદાન કરે છે, સાથે  આરામદાયક જીવન અને શીખવાનું વાતાવરણ પૂરું પાડે છે. અહીંનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને રમતગમતની સુવિધાઓ સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપે છે. અહીં અભ્યાસ કરતી દિકરીઓ ઉજ્જવળ ભવિષ્ય માટે સતત માર્ગદર્શન મેળવે છે.

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થિની ભરવાડ આયુષી નૂતનભાઈએ જણાવ્યું હતું , "મારા ગામની તમામ છોકરીઓ તેમના સાસરે ગઈ હતી, પરંતુ હું કંઈક અલગ કરવા માંગતી હતી અને મને લાગ્યું કે મારે અહીં આવવું જોઈએ. તેથી, મેં માતા-પિતાએ કહ્યું કે મારે હોસ્ટેલમાં જવું જોઈએ, મને લાગે છે કે અહીંનું વાતાવરણ અમારા ગામ કરતાં ઘણું અલગ છે, અહીં સરકાર અમને ખૂબ સારી સુવિધા આપે છે."

અન્ય એક વિદ્યાર્થિની સીમા પંકજભાઈએ જણાવ્યું હતું, "હું અહીં છઠ્ઠા ધોરણમાં આવી ત્યારે સૌ પ્રથમ સ્કેટિંગ અને કરાટે જેવી બાબતો વિશે સાંભળ્યું હતું. ધીમે ધીમે અમને સ્કેટિંગ અને કરાટે સહિતની ઘણી પ્રવૃત્તિઓ શીખવવામાં આવી હતી અને વધારાના વર્ગો પણ રાખ્યા હતા અને જે વિષયો અઘરા લાગતા હતા તે શીખવવામાં આવ્યા હતા.  મને અહીં ભણવાની અને લગભગ 100 છોકરીઓ વચ્ચે રહેવાની મજા આવે છે."

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય આર્થિક રીતે વંચિત છોકરીઓના સપનાને સાકાર કરી રહ્યું  છે, શિક્ષણ દ્વારા છોકરીઓને સશક્ત બનાવે છે, તેમના પરિવારો અને સમુદાયોને પ્રેરણા આપે છે. આ શાળાઓ માત્ર શિક્ષણના મુખ્ય પ્રવાહમાં છોકરીઓનો સમાવેશ કરતા  નથી, પરંતુ આત્મનિર્ભર અને સન્માનપૂર્ણ જીવનને પ્રોત્સાહન આપે છે.

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય આર્થિક રીતે વંચિત છોકરીઓને માત્ર શિક્ષણના મુખ્ય પ્રવાહમાં  સમાવેશ કરતા  નથી, પરંતુ આત્મનિર્ભર અને સન્માનપૂર્ણ જીવનને પ્રોત્સાહન આપે છે.(સ્ત્રોત : ANI)

આ સમાચાર શેર કરો