મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છ: ફતેહગઢ KDCC બેંકનો મેનેજર લાખો રૂપિયા લઈને ફરાર

કચ્છ ડિસ્ટ્રિક સેન્ટ્રલ કો-ઑપરેટીવ બેન્ક લિમિટેડ (KDCC) બેંકની ફતેહગઢ બ્રાન્ચનો મેનેજર લાખો રૂપિયા લઇ જઇ રફુચક્કર થઈ ગય

કચ્છ: ફતેહગઢ KDCC બેંકનો મેનેજર લાખો રૂપિયા લઈને ફરાર

કચ્છ ડિસ્ટ્રિક સેન્ટ્રલ કો-ઑપરેટીવ બેન્ક લિમિટેડ (KDCC) બેંકની ફતેહગઢ બ્રાન્ચનો મેનેજર લાખો રૂપિયા લઇ જઇ રફુચક્કર થઈ ગયો છે. જેના પગલે બેંકના સતાધીશો, હોદ્દેદારો અને મંડળી સાથે સંકળાયેલા ખેડૂતોમાં દોડાદોડી મચી ગઈ છે. 

ફતેહગઢ KDCC બેંકનો પ્રવીણ સોઢા નામનો મેનેજર માતબર રોકડ રકમ લઇ પત્ર લખી ફરાર થયો છે.પોતાના અંગત ઉપયોગ માટે લાખો રૂપિયા લઇ નાસી ગયો હોવાનું પત્રમાં ઉલ્લેખ કર્યો છે. સમગ્ર ઘટના અંગે KDCC ભુજ મુખ્ય કચેરીને જાણ થતા બેંકના ઉચ્ચ અધિકારીઓ ફતેહગઢ પહોંચી ગયા હતા. ટેક્નિશિયન તેમજ અધિકારીઓ દ્વારા બ્રાંચ માથી કેટલા રૂપિયાની ઉચાપત થઇ છે તે અંગે તપાસ કરી રહ્યા છે. 

28 લાખ રોકડ રકમની થઈ ઉચાપત

પ્રાથમિક તપાસમાં 28 લાખ રોકડ રકમની ઉચાપત થઇ હોવાની વિગતો સામે આવી રહી છે. હવે જોવું એ રહ્યું કે  વધુ એકવાર ખેડૂતોના હિત માટે બનેલી આ બેંકમાં ઉચાપત રૂપે થયેલા ફ્રોડમાં લાખો રૂપિયાની થયેલી ઉચાપતની રકમ રિકવરી થશે કે કેમ.

અગાઉ પણ ઉચાપતના બનાવ સામે આવ્યા હતા

ઉલ્લેખનીય છે આ અગાઉ પણ KDCC બેંકની માખેલ, માંડવી,પલાસવા સહિત બ્રાન્ચમાંથી કર્મચારીઓએ ઉચાપત કરી હોવાના બનાવો સામે આવ્યા હતા.

આ સમાચાર શેર કરો