મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ત્રણ લોકોને શિકારનો ભોગ બનાવનાર હુમલાખોર સિંહણ ભારે જહેમત બાદ પાંજરામાં પુરાઈ

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં નરેડી ગામે તાજેતરમાં જ એક માલધારી આધેડ પર હુમલો કરનાર સિંહણ આખરે પાંજરામાં

ત્રણ લોકોને શિકારનો ભોગ બનાવનાર હુમલાખોર સિંહણ ભારે જહેમત બાદ પાંજરામાં પુરાઈ

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં નરેડી ગામે તાજેતરમાં જ એક માલધારી આધેડ પર હુમલો કરનાર સિંહણ આખરે પાંજરામાં પુરાઈ છે. અવારનવાર નરેડી પંથકમાં જંગલી જાનવરો અન્ય પાલતુ જાનવર તેમજ માણસો પર હુમલો કરે છે, તેને પગલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આ હુમલાખોર સિંહણ અને દીપડાને પકડવામાં સફળતા મળી હતી.  

આ પણ વાંચો : 3 વ્યક્તિને ઘાયલ કરનાર સિંહણને પકડવા પાંજરુ મૂકાયું, પણ સિંહણ ખો રમી ગઈ ને દીપડો પુરાયો

ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીએ સમગ્ર ઘટના અંગે પ્રકાશ પાડતાં કહ્યું કે, આધેડ ઉંમરનો માલધારી વ્યક્તિ તેના ઘેટાં બકરાને લઈને ચરાવવા ગયો હતો તે દરમિયાન સિંહણે અચાનક ઘેટા પર હુમલો કર્યો હતો. તે જોઈ આધેડ માલધારીએ તેના પાલતુ જાનવરને બચાવવા તેમની વચ્ચે કુદકો માર્યો અને તેના પાલતુ પ્રાણીને બચાવવાના પ્રયાસ કર્યા. આ જોઈ સિંહણે માલધારીને તેનો શિકાર બનાવ્યો જેમાં આધેડની પીઠ પર સિંહણે પંજાના નિશાન છોડ્યા હતા.

આ પણ વાંચો : ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ

અગાઉ પણ સિંહ શિકાર કરવા જતા માલધારી વચ્ચે પડવાથી આ પ્રકારની ઘટના બની હતી. સિંહ પેટનો ખાડો પૂરવા શિકાર કરવા મથામણ કરે અને માલધારી વચ્ચે પડે છે. એવામાં એક અઠવાડિયામાં જ બે માલધારી અને એક વનકર્મી પર સિંહનો હુમલો થયો હતો. પહેલીવાર માલધારી પર સિંહણે કરેલા હુમલા બાદ વનકર્મીની ટીમ હુમલાખોર સિંહને શોધી રહ્યા હતા ત્યારે ખુંખાર બનેલા વનરાજે વનકર્મી પર હુમલો કરી દીધો હતો. અઠવાડિયાની ભારે મહેનત બાદ આખરે આજે વનતંત્રને સિંહણને પકડવામાં સફળતા મળી છે.

આ સમાચાર શેર કરો